Aapnu Gujarat
બ્લોગ

સુનામીથી વિશ્વના કેટલાય શહેરો તબાહ થવાનો ખતરો

પર્યાવરણમાં થતા બદલાવને પગલે સમુદ્રના સ્તરમાં નજીવો વધારો થવાથી વૈશ્વિક સ્તરે વિનાશક સુનામીનું જોખમ રહેલું છે તેમ એક અભ્યાસમાં જણાવાયું હતું. વિશ્વમાં દરિયાકાંઠે વસેલા શહેરો અને સમુદાયોને સમુદ્રની વધતી સપાટીથી જોખમ રહેલું છે તે જગજાહેર છે પરંતુ એક નવા અભ્યાસ મુજબ સમુદ્રના પાણી વધુ આગળ આવતા ભૂકંપની સ્થિતિમાં વિનાશક સુનામી સર્જાવાની ભીતિ રહેલી છે.૨૦૧૧માં ત્રાટકેલા ભયાવહ સુનામીથી ઉત્તર જાપાનમાં ભારે વિનાશ વેરાયો હતો. જાપાનમાં ભૂકંપથી પરમાણુ મથકમાં પણ ક્ષતિ થઈ હતી અને તેના રેડિયોએક્ટિવ કિરણો લીક થયા હતા.‘અમારા અભ્યાસમાં જણાયું છે કે સમુદ્ર સ્તર વધવાથી સુનામીનું ભારે જોખમ ઊભું થઈ શકે છે, જેને પગલે ભવિષ્યમાં નાના સુનામીથી પણ ભૂતકાળમાં જોવા મળેલા મોટા સુનામી જેટલો વિનાશ સર્જાઈ શકે છે,’ તેમ અમેરિકાના વર્જિનિયા ટેકના સહયોગી પ્રોફેસર રોબર્ટ વીસે જણાવ્યું હતું. સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકટ થયેલા આ અભ્યાસમાં સંશોધકોએ ચીનના મકાઉ ખાતે વર્તમાન સમુદ્ર સ્તર તેમજ દોઢ ફૂટ અને ત્રણ ફૂટના વધારા સાથે કમ્પ્યૂટર સિમ્યુલેટેડ સુનામી સર્જી હતી.વર્તમાન સમુદ્ર સપાટીએ ૮.૮નો ભૂકંપ આવે તો મોટાપાયે સુનામી સર્જાઈ શકે છે. જો કે સમુદ્ર સ્તર વધારાતા તેના ચોંકવનારા પરિણામો સામે આવ્યા હતા. સમુદ્ર સ્તરમાં દોઢ ફૂટનો વધારો થતા સુનામીનું જોખમ ૧.૨-૨.૪ ગણું વધી જાય છે. જ્યારે ત્રણ ફૂટનો વધારો થવાથી સુનામીથી ૧.૫-૪.૭ ગણું જોખમ વધતું જોવા મળ્યું હતું.‘વધતા સમુદ્ર સ્તર સાથે ભૂકંપના નાના આંચકાથી પણ પૂરનું સંકટ વધુ ઘેરુ બને છે તેવું અભ્યાસમાં જણાયું હતું,’ તેમ સિંગાપોર અર્થ ઓબ્ઝર્વેટરીના રિસર્ચ ફેલો લિન લિન લીએ જણાવ્યું હતું.સંશોધકોએ કમ્પ્યૂટર સિમ્યુલેશન દ્વારા સુનામીના ૫,૦૦૦ અલગ અલગ તારણો મેળવ્યા હતા. એક અંદાજ મુજબ ૨૦૬૦માં મકાઉ ક્ષેત્રમાં સમુદ્રનું સ્તર ૧.૫ ફૂટ વધવાનો અંદાજ છે જ્યારે વર્ષ ૨૧૦૦ સુધીમાં સ્તર ત્રણ ફૂટ વધી શકે છે.દક્ષિણ ચીન સમુદ્રને મનિલા ખાડી વિસ્તારમાંથી સુનામીનું વધુ જોખમ રહેલું હોય છે. મનિલામાં ૧૫૬૦થી અત્યાર સુધીમાં ૭.૮થી વધુની તીવ્રતાો ભૂકંપ હજુ સુધી આવ્યો નથી. વૈશ્વિક સ્તરે સમુદ્રની સપાટીમાં વધારો ચિંતાજનક બાબત છે અને આગામી વર્ષોમાં પૃથ્વીની ગરમી વધતા ઓછી તીવ્રતાના ભૂકંપથી પણ સુનામીનું મોટું જોખમ તોળાશે તેવો વર્તારો આ અભ્યાસમાં આપવામાં આવ્યો હતો.

Related posts

EVENING TWEET

aapnugujarat

नफरत की आग में यूपी सबसे आगे : रिपोर्ट

aapnugujarat

ક્રાંતિકારી નિર્ણય : નોટંબંધીને બે વર્ષ પૂર્ણ થયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1