Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેવરિયા કેસ : બે વર્ષની વયે માતાને ગુમાવી, ૯ વર્ષની વયે પરિવારે તરછોડી

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક બાળ ગૃહમાં છોકરીઓ સાથે યૌન શોષણ અને રેપની ઘટના સામે આવ્યા બાદ ઘણી બાબતોનો ખુલાસો થયો છે. શેલ્ટર હોમમાં થઇ રહેલી પ્રવૃત્તિઓ વિશેની માહિતી પોલીસને આપી તેની ૨૪ સાથીઓને બચાવવા વાળી ૧૨ વર્ષની બાળકીએ પોતાની આપવીતી જણાવી છે. તેણે જણાવ્યું કે, બે વર્ષની વયે તેની માતાના મૃત્યુ બાદ તેને સતત તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
બિહારમાં બેતિયાની બાળકીએ દેવરિયા એસપી રોહન પી કનયને જણાવ્યું કે તેની માતાના અવસાનના એક વર્ષ પછી તેના પિતાએ ફરી લગ્ન કર્યા હતા. તેની અનોરસ માતાએ તેને રાખવા માટે ઇન્કાર કર્યો હતો, જેથી તેને દાદી પાસે મોકલવામાં આવી હતી. કનયના જણાવ્યા અનુસાર તે ૯ વર્ષની થઈ ત્યાં સુધી દાદીએ તેની દેખભાળ કરી પ્રંતુ ત્યાર બાદ દાદીએ પણ તેને ઘરમાંથી બહાર કાઢી મુકી. દાદીએ તેને માતાના મૃત્યું માટે જવાબદાર ઠેરવી.
પરિવારના તમામ સભ્યોએ તેને રાખવાથી ઇન્કાર કર્યો. તેથી બાળકી ઘણા દિવસો સુધી આમતેમ રખડતી રહી. ત્યારબાદ એક જી.આર.પી. જવાનને બાળકી બિહાર નજીકના એક વિસ્તારમાં રેલવે ટ્રેક પાસેથી મળી આવી. ત્યાંથી બાળકીને માં વિંધ્યાવાસિની બાલિકા સંસ્કાર ગૃહ મોકલવામાં આવી હતી જ્યાં તે ત્રણ વર્ષ સુધી રહી છે. રવિવારના રોજ આશ્રય સ્થાનથી ભાગ્યા બાદ એક સ્થાનિક મહિલાની મદદની તે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી જે ત્યાંથી એક કિલોમીટર દૂર હતું. કનયએ કહ્યું કે બાળકી દ્વારા સમગ્ર ઘટનાની જાણ થયા બાદ રવિવારે રાત્રે બાલિકા ગૃહની તપાસ માટે એક પોલીસની ટુકડી મોકલવામાં આવી હતી.
બાળકીએ મીડિયાને કહ્યું કે મોટી છોકરીઓને સાંજે ચાર વાગ્યે મેડમ જી (ગિરિજા) સાથે અનેક ગાડીઓમાં લઈ જવામાં આવતી હતી અને છોકરીઓ બીજા દિવસે સવારે પરત આવતી. તેણે પોલીસને કહ્યું કે અલગ-અલગ રંગ જેવા કે લાલ, કાળા અને ગ્રે કલરવી કાર કાર ત્યાં આવતી હતી અને જે દેખાવમાં મોંઘી લાગતી હતી. બાળકીએ કહ્યું જ્યારે દીદી પરત આવતી ત્યારે તેઓ અમને જોઈને રડી પડતા. નાની બાળકીઓને ત્યાં સાફ-સફાઇ અને બીજી કામ કરવા માટે મજબૂર કરવામાં આવતી હતી. અને જો અમે તેમની વાત ન માનીએ તો અમારી સાથે મારપીટ થતી હતી.

Related posts

Om Birla unanimously elected as Lok Sabha Speaker

aapnugujarat

MMB suspended ferry services in Mumbai due to Cyclone Vayu

aapnugujarat

બિહારમાં ૨૫ મે સુધી લંબાવાયું લોકડાઉન

editor

Leave a Comment

UA-96247877-1