Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બરમુડા ટ્રાયએંગલના રહસ્ય પરથી ઉંચકાયો પડદો

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે બરમુડા ટ્રાયએંગલના રહસ્યો પરથી પડદો ઉઠી ગયો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ૧૦૦ ફૂટ ઊંચા ખતરનાક મોજા ઉછળવાના લીધે સમુદ્રી જહાજ આ રહસ્યમયી બરમુડા ટ્રાયએંગલમાં ગુમ થઇ જાય છે.આપને જણાવી દઇએ કે આ વિસ્તારમાંથી પસાર થનાર સમુદ્રી જહાજ અને વિમાન અચાનક પણ અચાનક ગાયબ થઇ જાય છે. આ દુનિયાનો સૌથી રહસ્યમયી વિસ્તાર છે. અહીંના આસપાસમાંથી પસાર થતી વસ્તુઓ પણ ગુમ થઇ જાય છે. પાણીનું જહાજ હોય કે હવાઇ જહાજ બરમુડા ટ્રાયએંગલની આસ-પાસ જે પણ ગયું, તે હંમેશા માટે ગાયબ થઇ ગયું. નાસાના સેટેલાઇટે ધરતીની કેટલીક તસવીરો ખેંચી છે જે બરમુડા ટ્રાયએંગલના રહસ્ય પરથી પડદો હટાવી શકે છે. તેમાં એટલાન્ટિક મહાસાગરમાં આવેલ બરમુડા ટ્રાયએંગની ઉપર મંડરાતા વાદળોની પણ તસવીરો છે.એક અંદાજ પ્રમાણે છેલ્લાં ૭૦ વર્ષ સુધી કોઇ વૈજ્ઞાનિકોએ અહીંથી પસાર થઇ રહસ્ય પરથી પડદો ઉંચકાવાની હિંમત દેખાડી નથી. કારણ કે અહીંથી પસાર થનાર સમુદ્રી જહાજ અને પ્લેન ખાસ ભૌગોલિક પરિસ્થિતિના લીધે અચાનક જ સમુદ્રના ગરકાવમાં ગાયબ થઇ જતું હતું.આની પહેલાં ઑસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે બરમુડા ટ્રાયએંગલનું રહસ્ય ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને ખરાબ હવામાનમાં છુપાયેલ છે. તેના લીધે એટલાન્ટિક મહાસાગરના એ ક્ષેત્રમાં સમુદ્રી જહાજ અને પ્લેન ગાયબ થઇ જાય છે. તેના આ ક્ષેત્ર પર ચુંબકીય ઘર્ષણની અસરની પણ વાત સ્વીકારાઈ છે.બરમુડા ટ્રાયએંગનો આ વિસ્તાર ફ્લોરિડા, બરમુડા અને પ્યુર્ટો-રિકાની વચ્ચે ૭૦૦,૦૦૦ વર્ગ કિલોમીટરમાં પથરાયેલ છે. આ ક્ષેત્ર ભૂમધ્ય રેખાની નજીક અને અમેરિકાની પાસે છે. આ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ એટલાન્ટિક મહાસાગરનો એક ભાગ છે જેમાં કેટલાંય પ્લેન અને જહાજ ગાયબ થઇ ગયા છે. તેને ‘ડેવિલ્સ ટ્રાયએંગલ’ના નામથી પણ ઓળખાય છે. છેલ્લાં ૧૦૦ વર્ષોમાં અહીં ૧૦૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. પરંતુ યુનિવર્સિટી ઓફ સાઉથૈંપટનના નિષ્ણાતોનું માનવું છે કે આ રહસ્યને કુદરતી પ્રક્રિયા, ‘ખતરનાક લહેરો’ તરીકે બતાવી શકાય છે.બરમુડા ટ્રાયએંગલ પર મંડરાતા કેટલાંક વાદળો સામાન્ય વાદળો કરતાં સંપૂર્ણ અલગ હતા. સેટેલાઇટની તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે બરમુડા ટ્રાયએંગલની ઉપર મંડરાતા કેટલાંય વાદોળનો આકાર હેક્સાગરનની જેવો છે. આ વાદળોની નીચે ૧ કલાકમાં ૨૭૪ કિલોમીટરની તીવ્રતાએ પવન ફૂંકાવાનું બવંડર હોય છે. દરિયામાં ઉઠનારી આ લહેરો આજુ-બાજુની હાજર વસ્તુઓને પોતાનામાં સમાવી લે છે. આ એર બમ નીચે આવી સમુદ્રને ટકરાય છે. તેના લીધે ઉંચી-ઉંચી લહેરો ઉઠવા લાગે છે.ઉલ્લેખનીય છે કે ૨૦૦થી વધુ પ્લેન અને ૧૦૦૦થી વધુ લોકોનો ભોગ આ ટ્રાયએંગલે લીધો છે.

Related posts

Successfully extinguishing fires in Amazon region : Brazil’s Foreign Minister

aapnugujarat

ચીન સાથેની મિત્રતાના ગુણગાન ગાતા ઈમરાન ખાનનું ચીનમાં અપમાન

aapnugujarat

અમેરિકન-ઇઝરાયલી મિસાઇલ હુમલાના ડરથી ઇરાને મિસાઇલો તૈનાત કરી

editor

Leave a Comment

UA-96247877-1