Aapnu Gujarat
શિક્ષણ

હેરિટેઝ ફેસ્ટ – સાસ્કૃતિક કાર્નિવલ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મક પ્રતિભાને લોકો સમક્ષ દર્શાવવાની તક

આજની આ હરણફાળભરી જીદંગીમાં સફળ કારકીર્દીના ઘડતર માટે બાળકોમાં માત્ર ઉંચો બુદ્ધિઆંક અને ઉત્તમ શૈક્ષણિક દેખાવ હોવો પૂરતો નથી. વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં લાંબાગાળાની સફળતા પ્રાપ્ત કરવા માટે જીવન કૌશલ્યનું જ્ઞાન હોવું અને સુમેળ વ્યક્તિત્વ ધરાવવું એ મહત્વના પરિબળો બન્યા છે. કલાત્મક અને સાહિત્યિક વ્યવસાયો માત્ર વ્યક્તિના મગજની નવીન અને સર્જનાત્મકવૃતિનું ઘડતર નથી કરતા પણ સાથોસાથ એ વ્યકિતના ભાવાનાત્મક વિચારો સુદ્રઢ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. હરેકૃષ્ણ મંદિર,ભાડજ,અમદાવાદ દ્રારા અમદાવાદ અને ગાંધીનગરના જુદા જુદા સ્થળે યોજાનાર આ હેરિટેઝ ફેસ્ટ ઈવેન્ટ વિદ્યાર્થીઓને સર્જનાત્મક અને કંઈક નવું કરવાની ધગશને એક અદભૂત તક પૂરી પાડશે જેની ફાઈનલ સ્પર્ધા તેના મંદિર ખાતે યોજાશે. બાળમંદિરથી લઈને ધોરણ-10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે આ ઈવેન્ટ મનોરંજન તથા જ્ઞાનસભર સાથેની સાંસ્કૃતિક કાર્નિવલ સ્પર્ધા બની રહેશે. આ સ્પર્ધામાં ભૂતકાળમાં મળેલ જબરદસ્ત પ્રતિસાદ તેમજ શાળાઓ દ્રારા કરાયેલ વિનંતીને ધ્યાને લઈ આ વખતે અમે આ ઇવેન્ટનું આયોજન શહેરના 4 જુદા જુદા સ્થળોએ કરવામાં આવ્યું છે.  હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આ ઇવેન્ટની ફાઈનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આશરે 12000 કરતા પણ વધુ બાળકો આ વર્ષે આ સ્પર્ધામાં ભાગ લેશે એવું અનુમાન છે. હરિટેઝ ફેસ્ટ હરે કૃષ્ણ મુવમેન્ટ દ્રારા વાર્ષિક ઉજવાતો ઉત્કૃષ્ઠ સાંસ્કૃતિક સભર કાર્યક્રમ છે જે આ ટેકનોલોજીના યુગને કારણે વિભાજીત થયેલ સમાજને સંસ્કૃતિ સાથે સેતુ બાંધવાનો પ્રયાસ કરે છે, તરુણોને અપરાધવૃતિ પ્રત્યે સભાન બનાવે છે અને બાળકોમાં સારી વૃતિ ધરાવતી જીવનશૈલી પર ભાર મૂકે છે. આ કાર્યક્રમ તેઓને 35 જેટલી સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં ભાગ લેવાની અનન્ય તક પૂરી પાડે છે. જેમકે શાસ્ત્રીય નૃત્ય, કલરીંગ, ડ્રામા, નૃત્ય નાટક, ગીતાનું ગાન, ગીતા શ્લોકનું રટણ, વૈદિક પ્રશ્નોત્તરી, સંગીત સ્પર્ધા અને આવી ઘણી બધી સ્પર્ધાઓ.

Related posts

સ્નાતક, ઈન્ટરમિડિયેટ સેમિ.ના છાત્રોને મેરિટ બેઈઝ્‌ડ પ્રોગ્રેશન

editor

રાજપીપળામાં ગુજરાત રેન્જર્સ ફોરેસ્ટ કોલેજ દ્વારા ‘દાન ની દીવાલ’ની શરૂઆત

aapnugujarat

पोलीटेकनीक में आपत्तिजनक लेक्चर विवाद में NSUI सामने आया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1