Aapnu Gujarat
મનોરંજન

મારે ઘણી ફિલ્મો હાથમાંથી ગુમાવવી પડી : તાપસી

ટોચની અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું હતું કે હું સ્ટાર નબીરી નથી એટલે મારે કેટલીક ફિલ્મો હાથમાંથી ગુમાવવી પડી હતી. સ્ટાર પરિવારના સંતાનોને એવી તકલીફો ભોગવવાની આવતી નથી. ’મારી યોગ્યતા અને પ્રતિભા હોવા છતાં મારા હાથમાંથી કેટલીક ફિલ્મો છેલ્લી ઘડીએ ખૂંચવાઇ ગઇ હતી પરંતુ મને એનો અફસોસ નથી કારણ કે હું જાણું છું કે હું ફિલ્મી પરિવારની નથી. અહીં માત્ર પ્રતિભા કામ લાગતી નથી. તમારા કોઇ ગૉડફાધર હોય અથવા તમે સ્ટાર કીડ હો તો તમને સહેલાઇથી બીજી ફિલ્મો મળી શકે છે એ હકીકત હું બહુ વહેલી સમજી ગઇ હતી’ એમ તાપસી પન્નુએ કહ્યું હતું.  હાલ ટોચની ગણાતી થઇ ગયેલી તાપસીએ નીરજ પાંડેની નામ શબાના અને વરુણ ધવન સાથે જુડવા ટુ કર્યા બાદ એ ટોચની અભિનેત્રી ગણાતી થઇ હતી અને એને ફટાફટ સારી ફિલ્મો મળતી થઇ હતી. એણે અમિતાભ બચ્ચન સાથે પિન્ક ફિલ્મ કરી અને હાલ બદલા કરી રહી છે. એણે કહ્યું કે હવે હું એવા તબક્કા પર પહોંચી રહી છું જ્યાંથી મારા હાથમાં આવેલી ફિલ્મો ખૂુંચવાઇ નહીં જાય. એ મારો ગોલ હતો, એ મારી મંજિલ હતી. હવે હું એ મંજિલ પર પહોંચવાની તૈયારી કરી રહી છું.

Related posts

ગજબની એવી વસ્તુઓ છે જે પાણીની અંદરથી મળી આવી- જુઓ વિડિયો

aapnugujarat

સેક્સ સિમ્બોલ રહેવા ગૌહર ઇચ્છુક

aapnugujarat

Deepika joins starcast with Ranveer in filmmaker Kabir Khan’s ’83’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1