Aapnu Gujarat
મનોરંજન

ઇન્ડસ્ટ્રીમાં કોઇપણ ૧૦૦ ટકા સુરક્ષિત નથી : કેટરીના

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કેટરીના કૈફે કેરિયરને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. રાજનીતિ, એક થા ટાઇગરસ, અને ટાઇગર જિંદા હૈ જેવી કેટલીક હિટ ફિલ્મો આપ્યા બાદ પણ કેટરીનાનું કહેવું છે કે સિને જગતમાં કોઇનું પણ સ્થાન સેફ નથી. કેટરીનાનું માનવું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી ચેન્જ આવી રહ્યો છે અને પ્રાસંગિત બની રહેવા માટે બૉલીવુડમાં વિભિન્ન ક્ષેત્રોને ટટોળવું જરૂરી છે.
કેટરીનાએ કહ્યું કે, ‘‘મને નથી લાગતું કે તમે પોતાની કેરિયરમાં ૧૦૦ ટકા પૂર્ણ રીતે સુરક્ષિત અનુભવી શકો છો, કેમકે ફિલ્મ જગતમાં બધુ ઝડપથી બદલાઇ રહ્યું છે. વસ્તુઓ બહુજ જલ્દીથી ચેન્જ થઇ રહી છે.’’ તેને વધુમાં કહ્યું કે, ‘‘મારી એક કેરિયર છે જે અત્યાર સુધી સફળ રહી છે. આગળ વધવા માટે આવશ્યક છે કે તમે સખત મહેનત કરો અને અલગ અલગ પ્રકારની ફિલ્મો કરો. જે માત્ર તમારા માટે પડકારરૂપની સાથે દર્શકોને પણ મજા આવે.’’ કૈટરીનાની છેલ્લી ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’એ બૉક્સ ઓફિસ પર ૫૪૫ કરોડ રૂપિયા કમાયા હતા. હવે કેટરીનાની આગામી ફિલ્મ ‘ઝીરો’ અને ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ છે.

Related posts

સિદ્ધાર્થ મલ્હોત્રા કરણ જોહર કેમ્પને અલવિદા કરશે…!!?

aapnugujarat

સુશાંતના મોત બાદ સલમાન ખાને આપેલ પ્રતિક્રિયાને સોના મહાપાત્રએ ગણાવ્યો PR સ્ટંટ

editor

ફિલ્મ ચાલબાજની રીમેકમાં કામ કરવા આલિયા સહમત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1