Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આર્જેન્ટિનાની ક્રોએસિયા વિરુદ્ધ ૩-૦થી હાર

વર્લ્ડ કપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. ગ્રુપ ડીની એક મેચમાં વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર રહેલી આર્જેન્ટિનાની ક્રોએશિયા સામે ૩-૦થી હાર થઇ હતી. આની સાથે જ મોટો અપસેટ સર્જાયો હતો. આ મેચમાં જીત સાથે ક્રોએશિયાની ટીમ રાઉન્ડ ૧૬માં પહોંચી ગઇ છે. આર્જેન્ટિનાની ટીમ માટે હવે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. ક્રોએસિયા માટે રેબિચે ૫૩મી મિનિટમાં ગોલ કર્યો હતો. ત્યારબાદ લુકા મેડરિચે ૮૦માં મિનિટમાં ગોલ કર્યો હતો. ક્રોએશિયા માટે ત્રીજો ગોલ ઇવાન રાકિલિચે કરીને ટીમની જીત પાકી કરી હતી. મોડી રાત્રે રમાયેલી મેચમાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી બિલકુલ પણ ફોર્મમાં દેખાયો ન હતો. તે ક્રોએશિયાની સામે એક પણ શોટ લગાવવામાં સફળ રહ્યો ન હતો. પાંચ દિવસ પહેલા આઇસલેન્ડની સામે પઁણ મેસ્સી પેનલ્ટી ચુકી ગયો હતો. જેથી આ મેચ ૧-૧થી ડ્રો રહી હતી. અન્ય એક મેચમાં ડેનમાર્ક અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રોમાં રહી હતી. તમામ લોકો ક્રોએશિયાની શાનદાર રમતના કારણે આશ્ચર્યચકિત થઇ ગયા હતા. સ્ટાર ખેલાડીઓ ધરાવતી આર્જેન્ટિનાનો ફ્લોપ શો રહેતા કરોડો ફુટબોલ પ્રેમીઓ નિરાશ થયા હતા. તે પહેલા બુધવારના દિવસે રમાયેલી મેચમાં ઇરાન પર સ્પેને સંઘર્ષપૂર્ણ ૧-૦થી જીત મેળવી હતી. આની સાથે જ અંતિમ ૧૬માં પહોંચી જવા માટેની આશા ઉજ્જવળ રાખી હતી. કોસ્ટાએ પોર્ટુગલની સામે ૩-૩થી બરોબર રહેલી મેચમાં બે ગોલ કર્યા હતા. જ્યારે ઇરાનની સામે પણ એક ગોલ કર્યો હતો. આની સાથે જ તે હવે બે મેચમાં ત્રણ ગોલ કરી ચુક્યો છે. પ્રથમ હાફમાં અટેક અને ડિફેન્સની જોરદાર રમત જોવા મળી હતી. ઇરાની ટીમે જોરદાર રમત રમીને તમામને રોમાંચિત કરી દીધા હતા. વર્ષ ૨૦૧૦માં સ્પેનની ટીમ વિજેતા બની હતી. આ પરિણાંમ બાદ સ્પેપન ગ્રુપ બીમાં પોર્ટુગલની સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન પર છે. જ્યારે ઇરાન ત્રણ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. મોરક્કો બે મેચ હારી ગયા બાદ અંતિમ ૧૬ની દૌડથી બહાર થઇ ગઇ છે. ફિફા વર્લ્ડ કપમાં પણ યજમાન રશિયાએ જોરદાર દેખાવ જારી રાખીને તેની સતત બીજી જીત મેળવી લીધી હતી. આની સાથે જ રશિયા હવે આગામી દોરમાં પહોંચી ગયુ છે. રશિયાએ તેની પ્રથમ મેચમાં સાઉદી અરેબિયા પર ૫-૦ના અંતરથી જીત મેળવી હતી. હવે ઇજિપ્ત પર ૩-૧ના અંતરથી જીત મેળવી લીધી છે.
ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે.ફીફા કપમાં વિજેતાને ૨૨૫ કરોડની રકમ મળનાર છે.

Related posts

મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરાયાનો સંપૂર્ણ શ્રેય પૂર્વ યૂપીએ સરકારને ફાળે : રાજ બબ્બર

aapnugujarat

કર્ણાટકમાં ભાજપ-કોંગીની સામે ઉમેદવારોને લઇ ગુંચ

aapnugujarat

2015 की हार का गम अबतक नहीं भूला पाया द. अफ्रीका : मार्करम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1