Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રાસવાદીઓ દ્વારા સ્ટીલની ગોળીઓનો ઉપયોગ કરાયો : રિપોર્ટ

ત્રાસવાદી સંગઠનોએ હથિયારોના પોતાના ખજાનામાં કઠોર સ્ટીલથી બનાવવામાં આવેલી ગોળીઓનો ઉપયોગ કરીને સુરક્ષા સંસ્થાઓની ચિંતા વધારી દીધી છે. ખીણમાં સ્ટીલથી બનાવવામાં આવેલી ગોળીઓનો ઉપયોગ ત્રાસવાદીઓ કરી રહ્યા છે જેના લીધે બુલેટપ્રુફ બંકરોને પણ નુકસાન થઇ રહ્યું છે. અધિકારીઓના કહેવા મુજબ આ પ્રકારની પ્રથમ ઘટના જાન્યુઆરી મહિનામાં નવા વર્ષના પ્રસંગે સપાટી ઉપર આવી હતી જ્યારે જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓએ દક્ષિણ કાશ્મીરના લેથપુરામાં સીઆરપીએફની છાવણી પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સેના દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી બુલેટપ્રુફ છત્રની વ્યવસ્થા હોવા છતાં અર્ધલશ્કરી દળના પાંચમાંથી એક જવાનને ગોળી વાગી હતી. આ હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થયા હતા. એક વિસ્તૃત રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે, ત્રાસવાદીઓ દ્વારા ક્લાસનિકોવ રાયફલથી ચલાવવામાં આવેલી ગોળીઓ સ્ટીલથી બનાવેલી હતી. જેનો ઉપયોગ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. બુલેટપ્રુફ સીલ્ડમાં નુકસાન કરવામાં પણ આ પ્રકારની ગોળીઓ સફળ સાબિત થઇ રહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ કવચને નુકસાન કરી શકે તેવી આ ગોળી કઠોર સ્ટીલ અથવા તો ટંગસ્ટન કાર્બાઇડથી બને છે. જાણકાર લોકોનું કહેવું છે કે, એકે રાયફલની ગોળીઓમાં સામાન્યરીતે જુદા પ્રકારના ઘાતક તત્વો હોય છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે એક ભીષણ અથડામણ થઇ હતી. ત્રાસવાદીઓ દ્વારા બુલેટપ્રુફ બંકરને નુકસાન કરી શકે તેવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવા અહેવાલથી ચિંતા વધી છે.

Related posts

સસરો ૩૩ વર્ષની પુત્રવધૂને ભગાડી ગયો

editor

સાંસદોના પગારમાં ૩૦ ટકા ઘટાડાનું બિલ સંસદમાં પસાર થયું

editor

असम सरकार ने NRC ड्राफ्ट में छूट पाने वाले 1 लाख से ज्यादा लोगों की सूची की जारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1