Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પ-કિમ વચ્ચેની બેઠક પહેલા ચીનની ચિંતા વધી

ઉત્તર કોરિયાની સાથે જ રાજદ્વારી સંબંધોને લઇને ચીન હજુ સુધી સર્વોચ્ચ ભમિકામાં રહ્યું છે. ચીન અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધો ખુબ જ મજબૂત રહ્યા છે. અમેરિકા સાથે મંત્રણ પહેલા ચીને બે વખત ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ માટે મંત્રણાનો માર્ગ મોકળો કર્યો છે. હવે આવતીકાલે શિખર બેઠક થવા જઇ રહી છે ત્યારે મંત્રણા પહેલા બેજિંગ ચિંતાતુર દેખાઈ રહ્યું છે. ચીનને દહેશત છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત બાદ કિમ જોંગ ગુલાંટ મારીને ચીનની અવગણના કરવાની શરૂઆત ન કરે. ચીની નેતાઓ આ બાબતને લઇને ચિંતાતુર દેખાઈ રહ્યા છે કે, કોલ્ડવોરના સમયથી જ બેજિંગના મિત્ર તરીકે રહેલા ઉત્તર કોરિયાની સાથે સમિટ બાદ તેના હાલ જેવા સંબંધો રહેશે કે કેમ. નિષ્ણાતોનું કહેવું છે કે, ચીનના નેતાઓને એવી ચિંતા સતાવી રહી છે કે, કિમ જોંગ ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટે પોતાના લાંબા સમયથી દુશ્મન રહેલા અમેરિકાને ગળે લગાવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ટ્રમ્પ દ્વારા કેટલીક આકર્ષક ઓફર કરવામાં આવી શકે છે. આ ડિલમાં ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારો છોડવાની બાબતનો સમાવેશ થાય છે જેના બદલામાં ઉત્તર કોરિયાને અમેરિકી મદદ મળી શકે છે. આવી સ્થિતિમાં ચીન ઉપર તેની આત્મનિર્ભરતા ખતમ થઇ શકે છે. ઉત્તર કોરિયાના જાણકાર લોકોનું કહેવું છે કે, ઉત્તર કોરિયા ક્યારે પણ ચીન ઉપર વિશ્વાસ કરી શક્યું નથી. તેમની બદલો લેવા જેવી માનસિકતા રહી છે. અમેરિકા, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એક સાથે આવી જશે તો ચીન સામે રાજદ્વારીરીતે મુશ્કેલી સર્જાઈ શકે છે. અમેરિકા સિંગાપોરમાં યોજાનારી બેઠકમાં સંયુક્ત કોરિયન દ્વિપની વાત કરી શકે છે. જે ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા સાથે જોડી દેશે. દક્ષિણ કોરિયા અમેરિકાના સાથી દેશ તરીકે છે જેથી ચીનને મુશ્કેલી થઇ શકે છે. અમેરિકી સૈનિક તેના બારણે આવશે ત્યારે ઉત્તર કોરિયાની ભૂમિકા પણ ખતમ થશે. વોશિંગ્ટન સ્થિત જાણકાર લોકોનું કહેવું છે કે, ચીન ટ્રમ્પ અને કિમની આ બેઠકમાં રિચર્ડ નિક્સનની ચીની યાત્રાની ઝલક નિહાળે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ચીન માટે સૌથી નિરાશાજનક પરિણામ એ રહેશે કે ટ્રમ્પ અને કિમ એક સામટી સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરે અને સત્તાવારરીતે કોરિયન યુદ્ધની સમાપ્તિની જાહેરાત કરે. આમાથી દક્ષિણ કોરિયામાં તૈનાત ૨૮૫૦૦ અમેરિકી સૈનિકોની વાપસીનો માર્ગ મોકળો થશે.

Related posts

પેરિસ સમજુતી ભાવિ પેઢી માટે વિશ્વનો સંયુક્ત વારસો : મોદી

aapnugujarat

सूडान में सेना के खिलाफ सड़कों पर उतरे हजारों लोग, 7 की मौत

aapnugujarat

वियना में आतंकी हमला, 7 की मौत

editor

Leave a Comment

UA-96247877-1