Aapnu Gujarat
ગુજરાત

વડોદરા ચિંતન શિબિર : ગુજરાત માળખાગત વિકાસમાં અગ્રેસર : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે નાગરિકોના આરોગ્યની સુખાકારી અને સુરક્ષા માટે તેમજ નવી પેઢીને વધુ સુદ્ધઢ આરોગ્ય સેવા પૂરી પાડવા ટીમ ગુજરાત તરીકે દેશને નવો રાહ ચીંધવા આહવાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ આજે ચિંતન શિબિરના બીજા દિવસે જાહેર આરોગ્ય સુખાકારી સામેના પડકારો અંગેના ચર્ચા સત્રમાં કહ્યું હતું કે, માળખાગત સુવિધાના વિકાસમાં ગુજરાત આગળ છે અને દેશમાં મોખરે રહી છે. તે જ રીતે માનવ વિકાસ સૂચકાંકમાં પણ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે તે માટે આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે અને ક્ષેત્રે પણ દેશને નવો રાહ આપણે જ આપશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આરોગ્ય વિભાગની સાથેસાથે સંલગ્ન પંચાયત, શિક્ષણ અને મહિલા બાળવિકાસ વિભાગ દ્વારા સક્રિય સહયોગ મળી રહ્યો છે. તેઓને એવો સહયોગ મળી રહ્યો છે. એવોને એવો સહયોગ મળશે તો ચોક્કસ વધુ સારા પરિણામો મળશે. તેમણે ઉમેર્યું કે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓના લાભો અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે તે માટે તમામ કલેકટરો અને ડીડીઓને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું. તેમણે જ્યારે પણ તેઓ ફિલ્ડ વિઝિટમાં જાય ત્યારે સીએચસી, પીએચસી તેમજ મોટી હોસ્પિટલોની આકસ્મિક મુલાકાત કરવાની સુચના આપી હતી.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં ડાક્ટરની જે ઘટ છે તેમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા આયુષ ડાક્ટરોની સેવાઓ લેવા મંજુરી આપી છે તેનો પણ લાભ લેવાની સાથે વડાપ્રધાન દ્વારા ૨૦૨૨ સુધીમાં ટીબી મુક્ત ભારતના નિર્માણ માટે અભિયાન હાથ ધર્યું છે. તે ક્ષેત્રે પણ ગુજરાત અગ્રીમસ્થાને રહેશે. આ ઉપરાંત ઈન્દ્રધનુષ યોજના હેઠળ બાળકોનું રસીકરણ ઝડપથી થાય અને તેનું યોગ્ય દવાખાના સાથે જોડાણ કરીને યોગ્ય રેકોર્ડ રાખવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્ય સરકાર દ્વારા અમલી ચિરંજીવી યોજના, દુધ, સંજીવની યોજના, બાળસંજીવની યોજનાના જે પરિણામો મળ્યા છે તે અંગે સુચનો કરવા જણાવ્યું હતું. તેના કારણે યોજનાનો વ્યાપ વધારી વધુને વધુ લાભાર્થીઓને લાભાન્વિત કરી શકાય. ભારત સરકારના આરોગ્ય વિભાગના સચિવ પ્રીતિ સુદાને ગુજરાતમાં બાળ અને માતા મૃત્યુદર ઘટાડવામાં આરોગ્ય વિભાગે લીધેલા સર્વગ્રાહી પગલાંની સરાહના કરતાં જણાવ્યું કે ગુજરાતમાં માતા મૃત્યુદરમાં ૨૧ પોઈન્ટ અને બાળ મૃત્યુદરમાં ૬ પોઈન્ટનો ઘટાડો થયો છે. રાજ્યમાં સંસ્થાકીય પ્રસુતિનો દર ૮૮ ટકા છે. જેને ૧૦૦ ટકા સુધી લઈ જવા પર તેમણે ભાર મુક્યો હતો. મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં ત્રણ વર્ષથી નીચેના બાળકોનું ૧૦૦ ટકા રસીકરણ કરવા સુદાને જણાવ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યમાં હેલ્થ એન્ડ વેલનેશ સ્થાપના તેમણે સુચન કર્યું હતું.

Related posts

સટ્ટાકાંડ : જેપી સિંહના જામીન ખાસ અદાલતે ફગાવ્યા

aapnugujarat

આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઝુબેર ઘડિયાળીનાં ઘરથી મળ્યાં હથિયારો

aapnugujarat

લોકરક્ષક દળની નવી પરીક્ષા ૬ જાન્યુઆરીએ લેવા નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1