Aapnu Gujarat
મનોરંજન

લીઝા હેડન હાલ હળવાશના મુડમાં

મોડલ અને અભિનેત્રી લીઝા હેડન સોશિયલ મીડિયા પર સૌથી એક્ટિવ સેલિબ્રિટી તરીકે રહેલી છે. તે સામાન્ય રીતે સોશિયલ મિડિયા પર પોતાના સેક્સી અને બોલ્ડ ફોટાઓ મુકતી રહે છે. ગયા વર્ષે મે મહિનામાં તે એક પુત્રની માતા બની ગઇ હતી. ત્યારબાદથી તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ક્યુટ પુત્રના ફોટો પણ મુકતી રહે છે. હવે લીઝા હેડન ફરી એકવાર પોતાના પુત્રની સાથે એક ફોટો તમામ ચાહકો સાથે શેયર કરી રહી છે. જેને જોઇને આ ભીષણ ગરમીમાં લોકો રાહત અનુભવ કરી શકે છે. આ ફોટોમાં લીઝા સેફદ બિકીનીમાં એક બીચ પર રિલેક્સ કરતી નજરે પડી રહી છે. તેની સાથે તેનો પુત્ર પણ છે. આ ફોટો હોંગકોંગનો હોવાની વિગત સપાટી પર આવી છે. સાથે સાથે લીઝા બીચ પર મસ્તી કરતી પણ નજરે પડી રહી છે. આના ફોટો પણ તેના દ્વારા મુકવામાં આવી ચુક્યા છે. તમામ ચાહકો જાણે છે કે આ પહેલા પણ તે પોતાના પુત્રની સાથે અંડરવોટર મસ્તી કરતા કેટલાક ફોટો શેયર કરી ચુકી છે. લીઝા હાલમાં કોઇ ફિલ્મ અથવા તો મોડલિંગ પ્રોજેક્ટ હાથમાં ધરાવતી નથી. જો કે તે બોલિવુડના ફિલ્મ નિર્માતા નિર્દેશકો તરફથી ઓફર મેળવી રહી છે. હજુ સુધી તે કઇ ફિલ્મોમાં કામ કરી રહી છે તેની માહિતી જાહેર કરવામાં આવી નથી. બીજી બાજુ સોશિયલ મિડિયામાં તે સૌથી મોટી સેલિબ્રિટી તરીકે રહી છે. લિઝા રિલેક્સના મુડમાં દેખાઇ રહી છે. લિઝા હેડનના સોશિયલ મિડિયામાં રહેલા ચાહકોની સંખ્યા સૌથી વધારે છે. સૌથી લોકપ્રિય સેલિબ્રિટી પૈકી એક તરીકે તે રહેલી છે. પોતાના બોલ્ડ અને સેક્સી ફોટાઓ તે વારંવાર સોશિયલ મિડિયા પર શેયર કરતી નજરે પડે છે. લીઝા પોતાની સેક્સી ઇમેજને જાળવી રાખવા માટે હમેંશા પ્રયાસ કરે છે.

Related posts

गरम मसाला २ में अक्षय के साथ काम करना चाहते जॉन

aapnugujarat

પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નવા ચેરમેન

editor

દિપીકાના બેંગ્લોર આવાસ ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1