Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આરએસએસની નવી વ્યુહરચના : એપાર્ટમેન્ટ પ્રમુખ ઘરે-ઘરે જઇને કરશે પ્રચાર

શહેરી ક્ષેત્રમાં વિસ્તાર માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે નવી રણનીતિ અપનાવી છે, જેની હેઠળ અલગ-અલગ શહેરોમાં રહેણાક સોસાયટીમાં પ્રચારનું કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે, એટલે કે ગ્રામીણ અને સેમી અર્બન ક્ષેત્રોથી નીકળીને આરએસએસના પ્રચારક હવે મોટા શહેરોની સોસાયટીમાં દરેક દરવાજા સુધી પહોંચશે.ડોર-ટૂ-ડોર પ્રચારની આ યોજના વધારવા માટે ‘અપાર્ટમેન્ટ પ્રમુખ’ નિયુક્ત કરવામાં આવશે, જે લોકો સુધી સંઘનો સંદેશ પહોંચાડશે. આ પ્રમુખ ઘર ઘર જઇને પોતાની સોસાયટી અથવા એપાર્ટમેન્ટમાં લોકો સુધી સંઘના વિચારો પહોંચાડશે અને એમને પોતાની સાથે જોડવા માટે પ્રેરિત કરશે.
દિલ્હી, નોઈડા, બેંગાલુરુ, લખનૌ, આગ્રા, મેરઠ અને ગુરુગ્રામ જેવા શહેરોમાં આરએસએસ દ્વારા એપાર્ટમેન્ટ પ્રમુખોની નિયુક્તિ કરવાનું નિર્ધારીત કરવામાં આવ્યું છે. દિલ્હીના સાકેત અને રોહિણી વિસ્તારમાં આવી પચાસ જેટલી સોસાયટીઓની આરએસએસ દ્વારા ઓળખ કરવામાં આવી છે અને અહીં એપાર્ટમેન્ટ પ્રમુખોની વરણી કરવામાં આવશે. એપાર્ટમેન્ટ પ્રમુખ તરીકે શાખાનું કામકાજ જોતા ગટનાયકની વરણી થવાની છે.એપાર્ટમેન્ટ પ્રમુખની જવાબદારી કોઇ આરએસએસ કાર્યકર્તાને જ આવશે, જેણે શાખાની જાણકારી હોય. અપાર્ટમેન્ટ પ્રમુખ સાપ્તાહિક અને માસિક કાર્યક્રમ કરશે. સાથે જ એ લોકો સંઘની શાખાઓમાં ભાગ લેવા માટે પ્રેરિત પણ કરશે.વાસ્તવમાં આરએસએસનું માનવું છે કે, સોસાયટી કલ્ચરમાં શહેરની મોટી વસ્તી શિફ્ટ થઇ રહી છે. પરંતુ આ લોકો સુધી આરએસએસની શાખા અને તેના કાર્યક્રમ નથી પહોંચી શકતા, આ જ કારણે સોસાયટીમાં રહેનાર સમાજના ભણેલા-ગણેલા અને નોકરી કરતા લોકોની વચ્ચે આરએસએસના વિચાર પહોંચાડવાની હેતુથી એપાર્ટમેન્ટ પ્રમુખ નિયુક્ત કરવાની યોજના બનાવવામાં આવી છે.

Related posts

आज से बंद हो जाएगा लक्ष्‍मी विलास बैंक

editor

મુંબઈમાં ધોધમાર વરસાદ : અભૂતપૂર્વ નુકસાન

aapnugujarat

भाजपा ही बिहार सरकार पर उठा रही सवाल : तेजस्वी

editor

Leave a Comment

UA-96247877-1