Aapnu Gujarat
મનોરંજન

‘કેસરી’ના શૂટિંગ વેળા અક્ષય ઇજાગ્રસ્ત

અક્ષય કુમાર એક એવા અભિનેતા છે જે છેલ્લા કેટલાક સમયથી સમાજથી સંબંધિત ફિલ્મોમાં કામ કરે છે. અક્ષય પોતાની ફિલ્મોમાં એવી રીતે ડૂબી જાય છે તેનું અનુમાન લગાવી શકો છો કે ઘાયલ થયો હોવા છતાં તેણે પોતાની ફિલ્મનું શૂટિંગ યથાવત જારી રાખ્યું હતું. જોલી એલએલબી-૨ હોય અથવા તો ટોયલેટ એક પ્રેમકથા પોતાની ફિલ્મોના મારફતે તેમણે ચાહકોમાં સામાજિક મુદ્દા પર ફરીવાર વિચારવા પર મજબૂર કરી દીધા છે. તેમની ફિલ્મ પૈડમૈનને પણ એટલી જ શાનદાર સફળતા મળી હતી જે માસિક સ્ત્રાવ દરમિયાન હાઈજીન જેવા વિષય પર આધારિત હતી. અક્ષય કુમાર હમેશા પોતાની ભૂમિકા માટે કોઇપણ પ્રકારના પડકાર માટે તૈયાર રહે છે. મિડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ અક્ષય કુમાર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં હાલ કેજરી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જ્યાં ખુબ જ ધરખમ એક્શન વાળા ક્લાઈમેક્સ સીક્વેંસના શૂટિંગ દરમિયાન તેઓ ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અક્ષયકુમારને સંપૂર્ણ આરામ કરવાની સલાહ તબીબો દ્વારા આપવામાં આવી છે પરંતુ તેઓએ આ પ્રમાણે કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો જ્યારે ત્યાં સેટ પર તેમના માટે હેલિકોપ્ટર પણ હાજર હતું. મળેલી માહિતી મુજબ અક્ષય કુમારે માત્ર ટૂંક સમય માટે આરામ કર્યો હતો અને ફરી તેઓ આગળના શૂટિંગ માટે તૈયાર થઇ ગયા હતા. આની સાથે જ અક્ષય પોતાની ફિલ્મ ગોલ્ડ અને રજનીકાંત સ્ટારર ૨.૦ની તૈયારીમાં પણ લાગી ગયા છે. હાલમાં સામાજિક વિષયો ઉપર આધારિત ફિલ્મો કરી રહ્યા હોવાથી બોક્સઓફિસ પર અક્ષયની બોલબાલા વધી ગઈ છે.

Related posts

અનુસૂચિત જાતિ વિરૂદ્ધ સલમાન ખાને કરી અપમાનજનક ટિપ્પણી, સિનેમાઘરમાં તોડફોડ

aapnugujarat

आलिया भट्ट ने रणबीर कपूर से कहा आई लव यू : रिपोर्ट

aapnugujarat

रेमो डिसूजा की पत्नी ने सलमान को बताया ‘फरिश्ता’

editor

Leave a Comment

UA-96247877-1