Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તિહાર જેલમાં છોટા રાજનને ટીવી અને અન્ય સુવિધાઓ મળતાં શાહબુદ્દીન અને નિરજ બવાનિયા ભૂખ હડતાળ પર ઉતર્યાં

માફિયા ડોનથી રાજનેતા બનેલા શાહબુદ્દીન અને ગેંગસ્ટર નિરજ બવાનિયાએ તિહાર જેલની અંદર ભુખ હડતાળ શરૂ કરી દીધી છે. આ બંનેની નારાજગ આ બાબતને લઇને છે કે, જેલની અંદર જે સુવિધા છોટા રાજનને મળી રહી છે તે સુવિધા તેમને મળી રહી નથી. તેમને પણ આવી જ સુવિધા આપવાની માંગણી કરવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે, જેલની અંદર છોટા રાજનને ટીવી અને પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે પરંતુ આ બંનેને આવી કોઇ સુવિધા આપવામાં આવી રહી નથી. આનાથી નારાજ થઇને બંને કેદીઓ અન્યોની સાથે મળીને ભુખ હડતાળ શરૂ કરી દીધી છે. આ બંને કેદીઓને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વોર્ડ-૨માં રાખવામાં આવ્યા છે જ્યારે શાહબુદ્દીને હવે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી છે. તેનું કહેવું છે કે તેને એકાંત કારાવાસમાં રાખવામાં આવ્યો છે. બીજીબાજુ તિહાર જેલના અધિકારીઓનું કહેવું છે કે, શાહબુદ્દીનને સઘન સુરક્ષાવાળા વોર્ડમાં રાખવામાં આવ્યો છે. બીજી બાજુ તિહાર જેલના મહાનિર્દેશક અજય કશ્યપે નિરજ અને તેના સાથીઓની ભુખ હડતાળ જારી હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે.
એમ કહેવામાં આવી રહ્યું છે કે, આશરે ૫૦થ ૬૦ કેદીઓ હાલમાં ભુખ હડતાળ ઉપર શાહબુદ્દીન જેલ તંત્ર પર દબાણ લાવવાના હેતુસર આ દિશામાં આગળ વધી રહ્યો છે. છોટા રાજનને થોડાક વર્ષો પહેલા પકડીને ભારત લાવવામાં આવ્યો હતો. તેની આકરી પુછપરછનો દોર પૂર્ણ થઇ ગયા બાદ રાજનને હવે જેલમાં રાખવામાં આવ્યો છે. તિહાર જેલમાં તેને પુરતી સુવિધા મળી રહી હોવાનો આક્ષેપ શાહબુદ્દીન દ્વારા કરાયો છે.

Related posts

Road accident in AP: 6 died, many injured

aapnugujarat

મિશન ૨૦૧૯ : ૨૫૨ સીટ પર ગઠબંધન થવાની આશા

aapnugujarat

કોલકાતામાં ‘ધોતી’ પહેરેલા વ્યક્તિને મોલમાં ન મળ્યો પ્રવેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1