Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એનડીએ સાથે છેડો ફાડી લેવાનો નારાજ ટીડીપીનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાંથી બહાર થયા બાદ આખરે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ એનડીએ ગઠબંધનની સાથે છેડો ફાડી લીધો છે. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવા માટેની માંગણી મોદી સરકારે ફગાવી દીધા બાદ ટીડીપીએ છેડો ફાડવાની વિધિવતરીતે જાહેરાત કરી હતી. મોદી સરકારમાંથી તેના બે પ્રધાનોને પાછા ખેંચી લીધાના એક સપ્તાહ બાદ હવે એનડીએ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. લોકસભાની ત્રણ સીટો પણ હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની હાર થયા બાદ એનડીએને આ બીજો મોટો ફટકો છે. આંધ્રપ્રદેશને જો ખાસ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે તો બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા સહિત અન્ય કેટલાક રાજ્યો પણ આ પ્રકારની માંગ કરી શકે છે તેવા નાણાં પ્રધાન અરૂણ જેટલીના નિવેદન બાદ ટીડીપીએ છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે.પહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુએ કેન્દ્રમાં સામેલ રહેલા પોતાના પ્રધાનોને કેન્દ્રમાંથી રાજીનામુ આપવા માટે કહ્યુ હતુ. જવાબમાં ભાજપના બે પ્રધાનોએ પણ રાજ્ય સરકારની કેબિનેટમાંથી રાજીનામા આપ્યા હતા. નાયડુના નેતૃત્વમાં ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો ન મળતા ખુબ નાખુશ છે. પાર્ટી પોલિટબ્યુટો દ્વારા સર્વસંમતિ સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપ લોકસભામાં ૨૭૫ સાંસદો ધરાવે છે. જેમાં બે નોમિનેટેડ સભ્યોનો સમાવેશ થાય છે. ગઇકાલે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન દ્વારા અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
સમીકરણની વાત કરવામાં આવે તો ભાજપના હાલમાં ૨૭૪ સભ્યો છે. સાથી પક્ષોના ૫૬ સભ્યો છે. જ્યારે બહુમતિનો આંકડો ૨૭૨નો છે. આવી સ્થિતીમાં ભાજપ પોતાની તાકાત પર સરકારમાં રહેશે. જેથી જો અવિશ્વાસની દરખાસ્તને મંજુરી આપવામાં આવે તો પણ તે ચોક્કસપણે પડી જશે. પરંતુ આંધ્રપ્રદેશના મામલે કેન્દ્ર સરકારને મુશ્કેલ સ્થિતીમાં મુકી શકે છે. વિપક્ષ સમક્ષ સમર્થનની માંગ કરવામાં આવી ચુકી છે. અવિશ્વાસની દરખાસ્ત બાદ મોદી સરકાર સામે બીજા પડકારો ઉભા થઇ શકે છે. કારણ કે, બિહાર અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં આવી માંગણી કરી શકે છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષો હવે આક્રમક નિતી બનાવી રહ્યા છે. શિવ સેના પણ હાલમાં નારાજ છે. બિહારના ઉપેન્દ્ર કુશવાહના નેતૃત્વમાં આરએલએસપીના સભ્યો પણ નારાજ હોવાની વિગત મળી રહી છે. જીતનરામ માંઝી પહેલાથી જ એનડીએ સાથે છેડો ફાડીને આરજેડીના નેતૃત્વમાં મહાગઠબંધનમાં સામેલ થઇ ચુક્યા છે.પોલિટ બ્યુરોની બેઠકમાં ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. આંધ્રપ્રદેશમાં ભાજપને હવે એક હરીફ પાર્ટી સામે મેદાનમાં ઉતરવું પડશે. ટીડીપીને ભાજપના વિશ્વસનીય સાથી પક્ષ તરીકે ગણવામાં આવતો હતો. એનડીએ ઘટકોમાં ટીડીપી મોટા ઘટક પક્ષ તરીકે હમેશા રહી છે. આંધ્રને ખાસ દરજ્જો આપવાને લઇને આ વિવાદ ઉભો થયો છે. ૨૧મી માર્ચની આસપાસ અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

ટુજી કૌભાંડમાં યુપીએ સરકાર સામે ખોટા પ્રચાર કરાયા : મનમોહનસિંહે દાવો કર્યો

aapnugujarat

केरल मुख्यमंत्री विजयन ने सुषमा स्वराज के निधन पर जताया दुःख

aapnugujarat

જગમોહન રેડ્ડીને ભાજપમાં સામેલ થવા સૂચન આઠવલેનું સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1