Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહની ફીમાં વધારો

શિક્ષણ ફીનો મામલો દિવસેને દિવસે વધુ વકરતો જાય છે. આ અંગે વાલીમંડળ પણ લડી લેવાના મૂડમાં હોવાથી સુપ્રિમ કોર્ટ સુધી પહોંચેલા આ વિવાદમાં ગુજરાત સરકાર પાસે આજદીન સુધી ફી જાહેર કરવાનો સમય હતો. જે અંતર્ગત સુપ્રિમ કોર્ટના વચગાળાના ચુકાદા મુજબ રાજય સરકારે બોર્ડના ચરમેનના નેજા હેઠળ આ અંગેની ચર્ચા કરી હતી. વિજ્ઞાન પ્રવાહમાં ૧૧ અને ૧૨ ધોરણમાં ૨૭ હજાર રૂપિયા ફી હતી તે વધારીને ૩૦ હજાર રૂપિયા કરવામાં આવી છે. અગાઉની ૨૫ હજારની મર્યાદા ચાલુ રાખી છે. વિજ્ઞાન પ્રવાહની ફી માં વધારો એ છાત્રદીઠ થતો વહીંવટી ખર્ચ, કેમીકલ ખર્ચ અને અન્ય વધારાના ખર્ચને ધ્યાને લઇ સરકારે માન્ય રાખ્યો છે. સામાન્ય પ્રવાહની ફી તો ૨૭ હજાર રૂપિયા જ રહેશે. આનાથી વધારે ફી લેનાર સ્કૂલો સામે સરકાર કાર્યવાહી કરી શકે છે. જે સ્કૂલોએ હવે વધારે ફી લેવી હોય તેમણે કમિટિમાં દરખાસ્ત કરવી પડશે.
પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજારની ફી મર્યાદા, પ્રાથમિક અને માધ્યમિકની ફી માં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી.
વાલીઓ દ્વારા ખાનગી શાળાઓની ફી બાબતે મનમાની સામે પહેલા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં ઘા નાંખવામાં આવી હતી.
રાજ્ય સરકારે ફી નિયમન કાયદો બનાવ્યો હોવા છતાં શાળા સંચાલકો દ્વારા તેનો ધરાર અમલ કરવામાં આવતો ન હોવાથી આ સમગ્ર મામલો કાનૂની બન્યો હતો. અગાઉ રાજ્ય સરકારની જાહેરાતને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે ફી નિયમનનો અમલ કરવાનો આદેશ શાળા સંચાલકોને આપ્યો હતો.
જો કે ત્યારબાદ રાજ્યની શાળાના સંચાલકો મોંઘા વકીલો રાખીને સુપ્રીમમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે પણ આ મામે રાજ્ય સરકારને ૨૮ ફેબ્રુઆરી સુધીમાં નવા ફી માળખાની જાહેરાત કરવા જણાવાયું હતું. જેને પગલે આજરોજ સરકારે નવી કટઓફ ફીની જાહેરાત કરી હતી. હવે શાળા સંચાલકોએ સરકાર દ્વારા જાહેર કરાયેલી કટ ઓફ ફી લેવાની રહેશે.

Related posts

ખાનગી શાળાની ઉંચી ફી ભલે ન ભરી હોય, બાળકનો પ્રવેશ તો રદ્દ નહીં જ થાય !

aapnugujarat

ગુજરાતમાં ફી નિયમન ઝોનલ કમિટીઓના નિર્ણય સામે રજૂઆત કરવા રચાઇ નવી રીવિઝન સમિતિ

aapnugujarat

आज से स्कुलो में फिर एक बार छात्रों की चहल पहल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1