Aapnu Gujarat
મનોરંજન

વુમનિયામાં કૃતિ સનુન અને તાપસી સાથે કામ કરનાર છે

કેટલાક સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે વિશાલ ભારદ્ધાજની નવી ફિલ્મ છુરિયામાં કૃતિ સનુન મુખ્ય ભૂમિકા અદા કરી રહી છે. તેની સાથે ફિલ્મમા વાણી કપુર પણ કામ કરી રહી છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે તેને વધુ એક ફિલ્મ હાથ લાગી ગઇ છે. જેમાં તેની સાથે તાપ્સી પન્નુ પણ કામ કરી રહી છે. તાપસી અને કૃતિ આ ફિલ્મમાં શુટર્સ તરીકેની ભૂમિકા અદા કરનાર છે. કૃતિ સનુન તૈયારીમાં લાગી ગઇ છે. તે વુમનિયા નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ બે શુટર્સની લાઇફ પર આધારિત છે. આ ફિલ્મ શુટર્સની સફળ લાઇફ દર્શાવે છે. ફિલ્મમાં હવે તાપસીને પણ લેવામાં આવી છે. તાપસી પહેલા પિન્ક જેવી ફિલ્મમાં પાવરફુલ રોલ કરી ચુકી છે. કૃતિ પણ સ્ક્રીપ્ટ જોઇને ભારે ખુશ છે. તે ફિલ્મ માટે ખુશ થઇ ગઇ છે. વુમનિયા બે શુટર્સની લાઇફને રજૂ કરનાર છે. બન્ને અભિનેત્રી તેમની શક્તિશાળી ભૂમિકા અદા કરી રહી છે. તાપ્સી હાલમાં અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જિયા ફિલ્મમાં કામ કરી રહી છે. જ્યારે કૃતિ અર્જુન પટિયાલા નામની ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ વુમનિયાના નિર્માતા મધુ મંટાના, અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાની અને વિકાસ બહલ રહેશે. નિર્દેશકની શોધખોળ ચાલી રહી છે. બન્ને અભિનેત્રી દ્વારા ફિલ્મની તૈયારી કરવામાં આવી છે. નિર્દેશકની તપાસ પણ હાલમાં ચાલી રહી છે. તાપ્સી હાલમાં બરેલી કી બરફી ફિલ્મમાં દમદાર ભૂમિકાના કારણે લોકપ્રિય થઇ ગઇ હતી. હવે તે નવી ફિલ્મને લઇને ખુશ છે. તેની પાસે વિશાળ ભારદ્ધાજની ફિલ્મ છે. જે મોટી અને મોટા બજેટની ફિલ્મ છે. જેમાં અન્ય કલાકારોના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જો કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવી શકે છે. તાપ્સી જુડવા-૨માં દેખાઇ હતી.

Related posts

पहले वीकेंड पर फिल्म साहो ने कर ली जबरदस्त कमाई

aapnugujarat

હુમા અશ્લીલતા મુદ્દે આક્રમક

aapnugujarat

આર્થિક સંકટનો સામનો કરી રહી છું : સોના મહાપાત્રા

editor

Leave a Comment

UA-96247877-1