Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સુરસાગરને શોભાવતી વડોદરાની સર્વેશ્‍વર શિવની પ્રતિમા બેનમૂન છે : નાયબ મુખ્‍યમંત્રીશ્રી

નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ હતુ; કે વડોદરાના સુરસાગર તળાવમાં સ્‍થાપિત સર્વેશ્‍વર શિવની ગગનચૂંબી પ્રતિમા સમગ્ર ગુજરાતમાં બેનમૂન છે. નાયબ મૂખ્‍યમંત્રીશ્રીએ મહાશિવરાત્રીના પ્રવિત્ર પર્વે નગરયાત્રાએ નીકળેલા શિવ પરિવારનુ જયુબીલીબાગ પાસે સ્‍વાગત કરવાની સાથે ભકિતભાવપૂર્વક શિવ દર્શન કર્યા હતા. તેમણે ભગવાન ભોળાનાથના આર્શીવાદ વડોદરા અને ગુજરાતવાસીઓને મળે અને ફળે તેવી વિનમ્ર પ્રાર્થના કરી હતી.

નાયબ મુખ્‍યમંત્રીશ્રીએ વડોદરાને સાંસ્‍કૃતિક અને ધાર્મિક પ્રવૃતિઓથી ધબકતા અને થનગનતા નગર તરીકે બીરદાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું કે, કલા સંસ્‍કૃતિ અને ધર્મ સંસ્‍થાઓ,સ્‍થળોનો ઉજવળ વારસો ધરાવતુ આ નગર વિકાસના તમામ ક્ષેત્રોમાં પણ અગ્રેસર છે. તેમણે દર વર્ષે મહાશિવરાત્રીના પ્રવિત્ર પર્વે અદભૂત શિવોત્‍સવ યોજીને, સમગ્ર શહેરને એકસુત્રે જોડવા માટે ધારાસભ્‍યશ્રી યોગેશભાઇ પટેલ અને સત્‍યમ શિવમ સુન્‍દરમ સમિતીને બિરદાવ્‍યા હતા.

ધારાસભ્‍યશ્રી યોગેશભાઇ પટેલે નાયબ મુખ્‍યમંત્રીશ્રીને આવકાર્યા હતા.સાસંદ રંજનબહેન, મેયરશ્રી ભરતભાઇ ડાંગર, ધારાસભ્‍યશ્રીઓ, પાલીકા પદાધિકારીઓ, સર્વ ક્ષેત્રોના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં શિવ ભકતો આ પસંગે ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

બોપલમાં પતિ,પત્ની અને વો કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો

aapnugujarat

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ૧૪ દિવસ આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર મેળવી વેરાવળનાં શ્રી અહમદ અબ્દુલ ગની પંજાએ કોરોનાને પરાસ્ત કર્યો

editor

ડભોઇ સેવા સદન ખાતે મતદારોમાં જાગૃતિ લાવવા રંગોળીનું આયોજન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1