Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટેકહ્યું હાદિયાએ મરજીથી કર્યા લગ્ન, એનઆઇએને તપાસનો હક નથી

કેરળ લવ જેહાદ કેસમાં સુપ્રીમ કોર્ટ એ કહ્યું કે હાદિયા પોતાની મરજીથી લગ્નની વાત કહી રહી છે. એવામાં કોર્ટ આ લગ્નને ગેરકાયદે કેવી રીતે ગણાવી શકે છે? કોર્ટર્ે કહ્યું કે જો હાદિયાને કોઇ સમસ્યા નથી તો પછી આ મુદ્દો જ ખત્મ છે. જ્યાં સુધી છોકરાના ક્રિમિનલ બેકગ્રાઉન્ડની વાત છે તો તેની તપાસ થઇ શકે છે પરંતુ લગ્નની તપાસનો કોઇ હક નથી.
સુપ્રીમ કોર્ટર્ે કહ્યું કે આ લગ્નના વિવાદથી અલગ છે. હાદિયા પુખ્ત છે. તેના પર ન તો પક્ષકારોને પ્રશ્ન ઉઠાવાનો હક છે ના તો કોઇ કોર્ટ કે તપાસ એજન્સીને. આમ આ લગ્નની તપાસ એનઆઇએ કરી શકશે નહીં. આ મુદ્દાની સુનવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની બેન્ચ કરી રહ્યું છે. તેના પર હવે આગળની સુનવણી ૨૨મી ફેબ્રુઆરીના રોજ થશે.હાદિયાના પિતા અશોકના વકીલ એ.રઘુનાથ એ કહ્યું કે અમે આશા વ્યક્ત કરીએ છીએ કે એનઆઇએ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે.
કોર્ટ હાદિયાનો અભ્યાસ ચાલુ રાખવાની અનુમતિ આપશે. અમે ખુશ છીએ કે હાદિયા સુરક્ષિત છે. ત્યાં એનઆઇએ આ કેસમાં ચોથી સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જઇ રહ્યા છે. આરોપ છે કે હાદિયાનો પતિ શફીં જહાં આઇએસના સંપર્કમાં હતો.એનઆઇએએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે આઇએસના બે શંકાસ્પદોએ તપાસ એજન્સીની સામે માન્યું કે શફીં જહાં તેમના સંપર્કમાં રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે મનસીદ અહમદ (કન્નૂર) અને સફવાન ઉર્ફ રય્યાન (તિરૂર)થી વિય્યુર સેન્ટ્રલ જેલમાં કેટલાંય કલાકો સુધી પૂછપરચ્છ કરાઇ હતી.
તપાસ એજન્સીના ઇનપુટ્‌સ હતા કે શફીં જયાં કટ્ટરપંથી વોટ્‌સએપ ગ્રૂપનો સભ્ય રહ્યો છે.મનસીદ અને સફવાન બંને ઉમર-અલ-હિંદી કેસમાં આરોપી છે.
બંને ફેસબુક ગ્રૂપ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની રાજકીય શાખા એસડીપીઆઇની ગતિવિધિઓ સાથે જોડાયેલો હતો. આ કેસ આઇએસથી પ્રભાવિત જૂથોના ષડયંત્ર સાથે જોડાયેલ છે. તેમાં દક્ષિણ ભારતમાં જજો, પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓને નિશાન બનાવાના હતા.

Related posts

ब्रिटेन समेत कई देशों में दाऊद की अकूत संपत्ति

aapnugujarat

મંદિરની પરિક્રમા કરતા ૨૪૦૦ ફૂટ ઊંડી ખાઇમાં પડી ગયો યુવક, વીડિયો વાયરલ

aapnugujarat

રાજસ્થાનમાં કાર ચાલકે શાળાના છ છાત્રોને કચડ્યાં : પાંચના મોત

editor

Leave a Comment

UA-96247877-1