Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અલાસ્કાનાં દરિયા કાંઠે ૮.૨ની તીવ્રતાનો ભૂકંપ

અમેરિકામાં અલાસ્કાના દરિયાકાંઠે વિનાશકારી ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૮.૨ જેટલી આંકવામાં આવી છે. ભૂકંપનો વિનાશકારી આંચકો આવ્યા બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. સુનામીની આ ચેતવણી અલાસ્કાના અનેક વિસ્તારો અને કેનેડા માટે જારી કરવામાં આવી હતી. અમેરિકી ભૂકંપ સંબંધિત વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, આજે ૮.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. અમેરિકામાં સમગ્ર પશ્ચિમી દરિયાકાંઠા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અલાસ્કાના ચિનિએક શહેરથી દક્ષિણ પૂર્વ ૨૫૬ કિલોમીટરના અંતરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સ્થાનિક સમય મુજબ સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનમાં હોવાના કારણે તેની સીધી અસર જોવાઈ ન હતી. ઇમરજન્સી વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, અલાસ્કા અને બ્રિટિશ કોલંબિયા માટે ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અન્યત્ર જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સુનામીની ચેતવણી આપતા કહેવામાં આવ્યું હતું કે, દરિયામાં પ્રચંડ મોજા ઉછળી શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવા માટે લોકોને કહેવામાં આવ્યું હતું. અમેરિકાના અલાસ્કા વિસ્તારમાં પ્રચંડ ભૂકંપ બાદ સમગ્ર અમેરિકામાં આને લઇને દહેશત રહી હતી. કેનેડામાં પણ લોકોમાં સુનામીની ચેતવણી જારી કરાતા દહેશત જોવા મળી હતી. વિનાશકારી ભૂકંપ અને ત્યારબાદ સુનામીના કારણે ભૂતકાળમાં ભારે નુકસાન થઇ ચુક્યા છે. વિનાશકારી આંચકામાં કોઇ ગંભીર નુકસાનના સમાચાર મળ્યા નથી. વોશિંગ્ટન, કોરેગન, કેલિફોર્નિયા, બ્રિટિશ કોલંબિયા અને હવાઈ માટે સુનામીની વોર્નિંગ મોડેથી રદ કરવામાં આવી હતી. ભૂકંપના બે કલાક બાદ વિનાશક મોજા ઉપર નજર રખાઈ હતી. મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું.

Related posts

અમારે ભારત સાથે નથી કરવું યુદ્ધ : જિનપિંગ

editor

પોર્ટુગલના જંગલમાં લાગી આગ, ૫૭ના મોત, ૧૮ લોકો તો કારની અંદર જ સળગીને ભડથુ

aapnugujarat

Clashes between Kurdish and Turkish

aapnugujarat

Leave a Comment

UA-96247877-1