Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપને ફટકો : શિવસેના લોકસભા – વિધાનસભા ચૂંટણી સાથે મળીને ચૂંટણી નહીં લડે

કેન્દ્રમાં સત્તારુઢ થયેલી એનડીએને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ફટકો પડી ગયો છે. શિવસેનાએ એનડીએને મોટો ફટકો આપી દીધો છે. શિવસેનાએ આજે જાહેરાત કરી હતી કે, વર્ષ ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં તે ભાજપની સાથે મળીને ચૂંટણી લડશે નહીં. શિવસેના મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપના સાથી પક્ષ તરીકે છે. મહારાષ્ટ્રના બંને પક્ષોની ગઠબંધન સરકાર છે. કારોબારીની બેઠકમાં શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેમની પાર્ટી હિન્દુત્વના રક્ષણ માટે દરેક રાજ્યમાં ચૂંટણી લડશે. શિવસેના અને ભાજપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. કેન્દ્ર સ્તર પર પણ ખેંચતાણ ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ થોડાક દિવસ પહેલા ચેતવણી આપી હતી કે, જો જરૂર પડશે તો તેમની પાર્ટી એનડીએથી અલગ થઇ જશે. પાર્ટી નેતા સંજય રાવતે કહ્યું હતું કે, તેમની પાર્ટી ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અલગ અલગ રીતે મળીને લડશે. શિવસેનાના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરેના નિવેદન સાથે જોડીને જોવામાં આવે છે. ૨૦૧૪માં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણની સ્થિતિ સર્જાઈ હતી. આખરે બંને પક્ષોએ અલગ થઇન ેચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આ ચૂંટણી ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. ચૂંટણી બાદ ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. હાલના દિવસોમાં મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બંને પાર્ટીના નેતા એકબીજા ઉપર નિવેદનબાજી કરી રહ્યા છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામના મારફતે તાજેતરના દિવસોમાં નરેન્દ્ર મોદી સરકારની અનેક મુદ્દા ઉપર ટિકા કરી હતી. શિવસેના મોદીના નોટબંધીના નિર્ણયને લઇને નાખુશ હતી. આ ઉપરાંત સરહદ ઉપર પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબારને લઇને પણ શિવસેના દ્વારા વારંવાર ભાજપ સરકાર ઉપર પ્રહારો કરાયા છે. સેનાએ બુલેટ ટ્રેન યોજનાને લઇને પણ કેન્દ્ર સરકારની ટિકા કરી છે. મહારાષ્ટ્રમાં ફડનવીસ સરકારમાં શિવસેનાના ૧૨ મંત્રીઓ છે. ૩૯ સભ્યોના મંત્રીમંડળમાં શિવસેનાના બાર મંત્રીઓ છે જેમાં પાંચ કેબિનેટમંત્રીઓનો સમાવેશ થાય છે. કેન્દ્રની એનડીએ સરકારમાં શિવસેનાના એક મંત્રી અનંત ગીતે છે. ખેંચતાણ વધુ લાંબી ચાલે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

Related posts

છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીએ મેળવેલ બે તૃતિયાંશ બહુમતિ

aapnugujarat

तलाक के मामले में सुप्रीम का एक और अहम फैसला

aapnugujarat

रोहिंग्या मुद्दा : पीएम मोदी ने म्यामांर को दिया संदेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1