Aapnu Gujarat
ગુજરાત

લીલાપુર ફાર્મહાઉસથી થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા શરાબનો જથ્થો કબજે કરાયો

તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્ય આરઆર સેલ દ્વારા અને ગ્રામ્ય એલસીબીએ હાથ ધરેલા ઓપરેશનમાં રૂ.૫૮ લાખની કિંમતની ઇંગ્લીશ દારૂના જથ્થાને ઝડપ્યા બાદ આજે બોપલ પોલીસે પણ લીલાપુર નજીક એક ફાર્મહાઉસમાંથી ન્યુ યરની પાર્ટીની ઉજવણીને લવાયેલો અને એક ઓરડીમાં સંતાડી રખાયેલો ઇઁગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ફાર્મહાઉસની ઓરડીમાંથી ૩૪૮ જેટલી ઇંગ્લીશ દારૂની બોટલો જપ્ત કરી ફાર્મહાઉસના માલિક અને દારૂ લાવનાર શખ્સ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ શહેર સહિત રાજયભરમાં તડામાર તૈયારીઓ અને આયોજન ચાલી રહ્યા છે. ખાસ કરીને યંગસ્ટર્સ તેમની મસ્તીમાં તેમની રીતે ઉજવણી કરવાના મૂડમાં હોય છે અને દર વર્ષની જેમ આ વખતે પણ ન્યુ યર અને થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ શરાબ અને શબાબની પાર્ટીઓનો માહોલ છવાવાનો છે. જેને લઇ શહેર સહિત રાજયભરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂની હેરાફેરીના બનાવો વધી ગયા છે અને તેના ભાગરૂપે જ પોલીસને એલર્ટ પર રખાઇ છે. કેટલાક બુટલેગરો અને દારૂના બંધાણી તત્વો દ્વારા અગાઉથી દારૂનો જથ્થો મંગાવી શહેરની દૂર આવેલા ફાર્મ હાઉસ અને કલબોમાં સંતાડી રાખવામાં આવે છે. બોપલ પોલીસે આવા જ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. બોપલ પોલીસે ચોકક્સ બાતમીના આધારે લીલાપુર ગામ નજીક આવેલા કેપ્ટન પાર્ક નામના ફાર્મ હાઉસ પર અચાનક દરોડા પાડયા અને તેની ઓરડીમાં સંતાડી રાખેલો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ૩૪૮ જેટલી દારૂની બોટલો જપ્ત કરી લીધી હતી. પોલીસે ત્યાં હાજર મહિલાની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ફાર્મ હાઉસ જયંતિ પટેલ નામની વ્યકિતનું છે અને હાલ આ ફાર્મ કોને અપાયું છે તેની તેને ખબર ન હતી. પરંતુ ત્રણ દિવસ પહેલા ઓમપ્રકાશ ઉર્ફે અશોક સિંધી(રહે. ભાવસારનું દવાખાનુ, ગોતા) એક સફેદ કલરની કારમાં દારૂનો જથ્થો લાવીને મૂકી ગયો હતો. બોપલ પોલીસે ઓરડીમાંથી ૩૪૮ જેટલી ઇંગ્લીશ દારૂની બોટલો જપ્ત કરી ફાર્મહાઉસના માલિક અને દારૂ લાવનાર શખ્સ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ગુજરાતમાં ગરમીથી લોકો બેહાલ થયા

aapnugujarat

૨૭ મી એ અંકલેશ્વર ખાતે નર્મદા-ભરૂચ જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાશે 

aapnugujarat

રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1