Aapnu Gujarat
ગુજરાત

૩૧મી ડિસેમ્બર : અમદાવાદ પોલીસ દ્વારા એકશન પ્લાન

નવવર્ષની પૂર્વ સંધ્યાનું એક અલગ જ આકર્ષણ હોય છે. નવવર્ષને વધાવવા યુવા હૈયા હિલોળે ચઢ્યા હોય છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા એકઅશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ સેક્ટર ૨ દ્વારા ઘડી કાઢવામાં આવેલા પ્લાન અતર્ગત રસ્તાઓ પર જંગી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે.પોલીસ સૂત્રોનું કહેવું છે કે ખ્રિસ્તી નવવર્ષની પૂર્વ સંધ્યાને વધાવવા માટે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડે છે. શહેરના સીજી રોડ, સરખેજ ગાંધીનગર હાઈવે જેવા સ્થળો પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થતો હોય છે. નવ વર્ષને ચીચીયારીઓ સાથે વધાવવામાં યુવાનો તલપાપડ બનતા હોય છે. આ અમદાવાદ પોલીસ સેક્ટર ૨ દ્વારા જે એકેશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે તે અનુસાર રોડ ઉપર ૩૦૦થી વધું ગાડીઓ ઉતારવામાં આવશે. તેઓ શહેરમાં શાંતિ અને સલામતી માટે તૈનાત રહેશે. આ ઉપરાંત નશાની હાલતમાં, છેડતી રોકવા માટે સાદા ડ્રેસમાં પણ પોલીસ તૈનાત રહેશે. પાર્ટીઓ અને પાર્ટી પ્લોટ પર પણ નજર રાખવામાં આવશે. રોડ અને રસ્તાઓ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે.યુવાનો દ્વારા રસ્તા પર કરવામાં આવતા સ્ટંટથી માહિતગાર પોલીસ આવા સ્ટંટમેનને રોકવા માટે પોલીસના ખાસ બાઈકર્સ તૈયાર રહેશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રાખવામાં આવશે.

Related posts

વીએચપી-એચએચપી વચ્ચે કાનૂની લડાઈ થાય તેવી વકી

aapnugujarat

અમદાવાદમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં ફરી તેજી

aapnugujarat

વડોદરાના ડભોઇ તાલુકા ઉપરાંત પાદરા, કરજણ અને શિનોરને વિકાસ કામોની ભેટ ધરતા મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1