Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી રાત્રે બે વાગ્યે ફોન કરતા હતાં : અમિત શાહ

ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હાલમાં પરિણામને લઇને મુલ્યાંકનોનો દોર ચાલ રહ્યો છે. હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણી દરમિયાન અડધી રાત્રે તેમને ફોન કરતા હતા. તેમની સાથે ચૂંટણી સંબંધિત વાત કરતા હતા. ગુજરાત અને હિમાચલમાં મોદીએ કેટલી હદ સુધી મહેનત કરે છે તે બાબત આની સાથે જ સાબિત થઇ જાય છે. મોદી પાર્ટીની રણનિતી અને રેલીઓ પર વાતચીત કરવા માટે અડધી રાત્રે ફોન કરતા હતા. જીત બાદ યોજાયેલી ભાજપની સંસદીય દળની બેઠકમાં બુધવારના દિવસે અમિત શાહે પોતે આ મુજબની વાત કરી હતી. મોદી પહેલા અમિત શાહે પાર્ટીના સાંસદોને સંબોધન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે મોદી દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. મોદી રાત્રે બે વાગ્યા અને સવારમાં છ વાગે ફોન કરતા હતા. હુ એ વખતે સમજી શકતો ન હતો કે મોદી આખરે ઉંઘી ક્યારેય જાય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યુ હતુ કે ગુજરાતમાં ૭૭ સીટો જીતી લીધા બાદ એ પણ હાસ્યાસ્પદ છે કે કોંગ્રેસ પાર્ટી આને નૈતિક જીત માની રહી છે. બીજી બાજુ જીત બાદ કેન્દ્રિય પ્રધાન અનંત કુમારે કહ્યુ હતુ કે પાર્ટીના નેતાઓની સામે વિપક્ષના ખોટા પ્રચારથી પ્રભાવિત થવાની બિલકુલ જરૂર નથી. વિરોધીઓને બિનજરૂરી મહત્વ આપવાની કોઇ જરૂર નથી. મોદીએ ગુજરાત અને હિમાચલપ્રદેશમાં મોટી જીત બાદ આને અસામાન્ય જીત તરીકે ગણાવી હતી. મોદીએ પણ બેઠકમાં તમામને સંબોધન કર્યુ હતુ અને પાર્ટીને મજબુત કરવામાં તમામ કાર્યકરોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. મોદી પોતાના સંબોધન વેળા ભાવનાશીલ બની ગયા હતા અને કહ્યુ હતુ કે ગુજરાતમાં ભાજપ અને જનસંઘ દ્વારા ખુબ મહેનત કરવામાં આવી હતી. મોદીએ લોકલક્ષી કામ પર ધ્યાન આપવા તમામને અપીલ કરી હતી.

Related posts

સેંસેક્સમાં ૮૫ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

જોધપુર સીટ પર કેન્દ્રીય કૃષિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પ્રતિષ્ઠા દાવ પર લાગી

aapnugujarat

પત્રકાર છત્રપતિ હત્યાકાંડ : ગુરમીત રામ રહીમની વધી શકે છે મુશ્કેલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1