Aapnu Gujarat
રમતગમત

આજે કટકમાં ભારત-શ્રીલંકા વચ્ચે ટી-ટ્‌વેન્ટી જંગ

ટેસ્ટ અને વનડે શ્રેણી બાદ હવે ભારત અને શ્રીલંકા વચ્ચે ટ્‌વેન્ટી મેચની શ્રેણી શરૂ થઇ રહી છે. ત્રણ ટ્‌વેન્ટી-૨૦ મેચોની શ્રેણી પૈકીની પ્રથમ મેચ આજે કટક ખાતે રમાનાર છે. શ્રીલંકા તરફથી સ્પીડ સ્ટાર લાસિત માલિંગા રમનાર નથી. ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરનાર છે. કટક મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતે શ્રીલંકા ઉપર આઠ વિકેટે એક તરફી જીત મેળવી હતી. આની સાથે જ શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી.શિખર ધવને ૧૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૮૫ બોલમાં અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા. અય્યરે આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૫ રન બનાવ્યા હતા. મોહાલી ખાતે બીજી વનડે મેચમાં ભારતે શ્રીલંકા ઉપર ૧૪૧ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૯૨ રનનો જંગી જુમલો ખડક્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ ફરી એકવાર અણનમ બેવડી સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે રોહિત શર્માએ ૧૫૩ બોલામાં ૧૩ ચોગ્ગા અને ૧૨ છગ્ગા સાથે ૨૦૮ રન ફટકાર્યા હતા. જીતવા માટેના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૫૧ રન બનાવી શકી હતી. હિટમેનના નામથ લોકપ્રિય રોહિત શર્માએ વનડે કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. રોહિતે આ અગાઉ બે બેવડી સદી ફટકારી હતી. કોલકાતાના ઇડન ગાર્ડન ઉપર ૨૬૪ રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની સામે બીજી નવેમ્બર ૨૦૧૩ના દિવસે બેંગ્લોરમાં ૨૦૯ રન ફટકાર્યા હતા. શ્રીલંકાની નવી ટીમે પ્રથમ મેચમાં ભારતને હાર આપીને તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા.અત્રે નોંધનીય છે કે ધર્મશાળા ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં શ્રીલંકાએ ભારત ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમનો દેખાવ ખુબ જ કંગાળ રહ્યો હતો. ભારતીય ટીમે ૩૮.૨ ઓવરમાં માત્ર ૧૧૨ રન કર્યા હતા. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમનો જોરદાર ધબડકો થયો હતો અને ભારતીય ટીમ માત્ર ૧૧૨ રનમાં ખખડી ગઈ હતી. તે પહેલા ભારતે ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી. દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. જીતવા માટેના ૪૧૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે પાંચ વિકેટે ૨૯૯ રન બનાવ્યા હતા. તે પહેલા નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી.શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી. કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી.આવતીકાલે રમાનારી મેચમાં રોહિત શર્મા, શિખર ધવન અને ધોની પર તમામની નજર રહેશે. મેચમાં ટોસ પણ નિર્ણાયક ભૂમિકા અદા કરી શકે છે.

Related posts

एशिया कप पर फैसला टला

editor

मेरा ध्यान सिर्फ रन बनाने पर : पृथ्वी शाॅ

aapnugujarat

हमने न्यूजीलैंड दौरे से नाम वापस लेने का सोचा था : मिस्बाह

editor

Leave a Comment

UA-96247877-1