Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ૪ ઉમેદવારોના નામ બદલી કરાતા, કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર

સુરતની વરાછા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે પહેલા પ્રફૂલ તોગડીયાને ટિકિટ આપી હતી. જે બાદ પાસ દ્વારા વિરોધ કરાતા અંતે પ્રફૂલ તોગડીયાનું નામ હટાવીને કોંગ્રેસે ધીરૂ ગજેરાને ટિકિટ આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે પ્રફૂલ તોગડીયાના સમર્થકોમાં રોષ વ્યાપી ગયો છે. જેમાં પ્રફૂલ તોગડીયાના સમર્થકોએ કોંગ્રેસ અને ધીરૂ ગજેરા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. કોંગ્રેસે સુરતની વરાછા અને કામરેજ બેઠક પર અગાઉ જાહેર કરાયેલા ઉમેદવારોના નામો કાપી અન્ય નવા ઉમેદવારોના નામ જાહેર કરતા ભડકો થયો. કામરેજ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે કોર્પોરેટર નિલેશ કુંભાણીનું અગાઉ નામ જાહેર કાર્યું હતું. જો કે પાસ દ્વારા બે દિવસ અગાઉ કરવામા આવેલ ભારે હંગામા બાદ આ બેઠક પરથી નિલેશ કુંભાણીનું પત્તુ કાપી અશોક જીરાવાળાના નામની જાહેરાત કરવામા આવી હતી, જેને લઈ નિલેશ કુંભાણીના હજારો સમર્થકોમાં રોષ વ્યાપી ગયો હતો.કુંભાણીના હજારો સમર્થકો મોડી રાત્રે તેમના કાર્યાલય ખાતે દોડી ગયા હતા અને કોંગ્રેસ પાર્ટી તેમજ અશોક જીરાવાળા સામે પોતાનો રોષ વ્યકત કરી સુત્રોચાર કર્યા હતા.
બીજી તરફ નિલેશ કુંભાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ,હું એક કોંગ્રેસનો અને પાટીદાર સમાજનો સૈનીક છું. સમાજ અને પાર્ટી સાથે રહી કામ કરીશ. કોંગ્રેસ પાર્ટીને કઈ મજબૂરી આવી પડી હોય જે સમજાતું નથી.સુરતમાં કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીના સ્થાને અશોક જીરાવાલાને ટિકિટ અપાતા કુંભાણીના સમર્થકોમાં રોષ જોવા મળ્યો. કુંભાણીના સમર્થકો હોબાળો મચાવતા કાપોદ્રા ખાતેને અશોક જીરાવાળાના કાર્યાલય ખાતે આવી પોહચ્યા હતા. જ્યાં અશોક જીરાવાળા અને કુંભાણીના સમર્થકો વચ્ચે રીતસર છુટ્ટા હાથની મારામારી અને ઘર્ષણ થયું હતું. કેટલાક લોકોએ તો કાર્યાલય પર છુટ્ટી ઈંટો પણ ફેંકી હતી. સદનસીબે કોઈ વ્યક્તિને ઇજા પહોંચી ન હતી.ઘટનાને પગલે અન્ય આગેવાનોએ વચ્ચે પડી મામલાને થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે તેમ છતાં મામલો થાળે પડ્યો ન હતો. આખરે ગણતરીના સમયમાં જ પોલીસનો મોટો કાફલો ત્યાં ઘસી આવતા ટોળું ત્યાંથી નાસી છુંટ્યુ હતું. જ્યારે કુંભાણીના કાર્યકરો અને પોલીસ વચ્ચે અર્ધો કલાક સુધી આ મામલે વાટાઘાટો ચાલી હતી. ટિકિટમાં બદલાવ પર અશોક જીરાવાલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભૂતકાળમાં પણ નામો સ્વીકૃતિથી બદલાયા છે.કોંગ્રેસે સુરતની વરાછા બેઠક પર પણ અગાઉ જાહેર કરેલા ઉમેદવાર બદલાતા પક્ષ પ્રત્યે કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે. વરાછા બેઠક પર કોંગ્રેસે પહેલી યાદીમાં પ્રફુલ તોગડિયાના નામની જાહેરાત કરી. જોકે બીજી યાદીમાં તેમના સ્થાને ધીરુ ગજેરાને ટિકિટ અપાઈ હતી.જેથી પફૂલ તોગડિયાના સમર્થકોમાં પક્ષ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.કોંગ્રેસ કાર્યકરોએ પ્રફૂલ તોગડિયાની ઓફિસ પાસે જ કોંગ્રેસના ખેસની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ અને ધીરુ ગજેરા સામે હાય હાયના નારા પણ લગાવ્યા અને પ્રફુલ તોગડિયા જ ટીકીટ ફાળવવામાં આવે તેવી માંગ પ્રબળ કરી હતી.

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ મરામત મહાઅભિયાન શરુ

editor

सूरत नेशनल हाईवे पर भीषण सड़क हादसे में गर्भवती बेटी-दामाद और पिता की मौत

editor

વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની કરોડોની પ્રોપર્ટીને લઈને કોર્ટમાં રીટ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1