Aapnu Gujarat
રાષ્ટ્રીય

નવી મુંબઈમાં ચોરોએ ૫૦ ફૂટ લાંબી ટનલ બનાવી કરી બેંક લૂંટ

નવી મુંબઈમાં ચોરોએ બંધ બેંકમાં જવા માટે ૫૦ ફૂટ લાંબી ટનલ બનાવી હતી. રજાના દિવસે એટલે કે રવિવારે ચોરો ટનલમાંથી બેંકમાં ઘૂસ્યા હતાં અને કિંમત ચીજવસ્તુઓ અને રોકડ રકમ લઈ નાસી ગયા હતાં.
નવી મુંબઈના જુઈનગરમાં બેંક ઓફ બરોડામાં ઘૂસવા માટે ચોરોએ ૫૦ ફૂટ લાંબી ટનલ ખોદી કાઢી હતી.
આ રીતે બેંકમાં ઘૂસણખોરી કરી ચોર ૨૭ લોકરમાં મુકાયેલા ઘરેણા તથા રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતાં. સોમવારે સવારે બેંક ખુલતા ચોરીની જાણ થઈ હતી. ચોરીમાં તફડાવવામાં આવેલા ઘરેણાની કિંમત હજુ સુધી નિર્ધારિત થઈ નથી.સવારે બેંકના અનેક લોકર અને ટ્રેઝરી રૂમમાં તોડફોડ થઈ હોવાનું કર્મચારીઓના ધ્યાન પર આવ્યું હતું. ચોરોએ બેંક નજીકની કરિયાણાની દુકાન પાસેથી ટનલનું ખોદકામ શરૂ કર્યું હતું. આ દુકાન તાજેતરમાં જ ભાડે રખાઈ હતી. આટલું જ નહીં આ ટનલ પાંચ દુકાનો પાસેથી પસાર થતી હતી.

Related posts

ઇવીએમ એક હોલ સેલ ફ્રોડ, બેલેટ પેપર જ શ્રેષ્ઠ છે : સ્વામી

editor

બેેંકના નામે છેતરતી સંસ્થાઓથી બચવા આરબીઆઇએ શરૂ કર્યો હેલ્પલાઇન નંબર

aapnugujarat

જમ્મુમાં સ્થિતી હજુ પણ તંગ છતાં સંચારબંધીમાં છુટછાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1