Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કમલ હસને મોબાઇલ એપ કરી લોન્ચ, કહ્યું- સીએમ બનવા પણ તૈયાર

તમિલના સુપરસ્ટાર કમલ હસને આજે તેમના જન્મદિવસે લોકો સાથે જોડાવા માટે મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ પ્રસંગે કમલ હસને કહ્યું કે, આ મોબાઇલ એપ પબ્લિક માટે એક પ્લેટફોર્મ છે. તેનો ઉદ્દેશ લોકો સુધી પહોંચવાનો છે. આ એપ એક વ્હિસલબ્લોઅર પ્લેટફોર્મ જેવું કામ કરશે. જ્યારે પણ કંઇ ખોટું થશે, તો આ એપનો ઉપયોગ કરી શકાશે. હું ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશ. કમલ હસને એમપણ કહ્યું કે ઘણા લોકોને આજે એવી અપેક્ષા હતી કે હું મારી પોલિટિકલ પાર્ટીની આજે જાહેરાત કરીશ. પરંતુ મારે ઘણું ગ્રાઉન્ડવર્ક કરવાનું છે. અમે લોકો મીટિંગ અને એનાલિસિસ કરી રહ્યા છીએ. હું તમિલનાડુનો પ્રવાસ કરવાનું વિચારી રહ્યો છું. સ્વયંસેવકો તમામ જિલ્લાઓમાં સારું કામ કરી રહ્યા છે. તમામ પાર્ટીઓ અમારા સમાજ કલ્યાણના કાર્યોના વખાણ કરી રહી છે. હું રાજકારણમાં આવવા અને સીએમ બનવા પણ તૈયાર છું.ચેન્નાઈ અને અન્ય વિસ્તારોમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે હજારો લોકો દુઃખી થયા છે, આ વાતને ધ્યાનમાં રાખીને કમલ હસને પોતાની આજની બર્થડે પાર્ટી કેન્સલ કરી હતી.મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં આવવા તૈયાર છે અને સીએમ બનવા માટે પણ તૈયાર છે.કમલ હસન આજે ૬૩ વર્ષના થયા છે, ત્યારે આજના દિવસની શરૂઆત તેણે મેડિકલ કેમ્પની મુલાકાતથી કરી.

Related posts

पराली से बनाई जा सकती हैं सीएनजी : केजरीवाल

aapnugujarat

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા પેટ્રોલ અને ડીઝલ એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગણી કરાઈ

aapnugujarat

पूर्व RBI गवर्नर राजन ने मोदी सरकार पर उठाए सवाल

editor

Leave a Comment

UA-96247877-1