Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવ પંચદિવસીય કાર્તિક પૂર્ણિમા મેળાનો ૩૧ ઓક્ટોબરથી પ્રારંભ

સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ૩૧ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી પંચદિવસીય કાર્તિક પૂર્ણિમાનાં ભવ્ય મેળાની તૈયારીઓ પૂર્ણતાનાં આરે છે. મેળાનાં સમગ્ર દિવસો દરમિયાન સોમનાથ મહાદેવનું મંદિર રંગ-બે-રંગી ઝળહળતી રોશનીથી ન્હાતું જોવાનો દિવ્ય નજારો જોવા મળશે.
મેળા દરમિયાન દર્શનાર્થીઓ માટે મંદિર રોજ રાત્રિનાં ૧૧ વાગ્યા સુધી તથા કાર્તિક પૂર્ણિમાનાં દિવસે રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને મધ્ય રાત્રિએ મહાપૂજા અને મહાઆરતી બાદ દર્શન બંધ થશે.
પૂનમને ધર્મગ્રંથોમં પાવન પર્વ સમાન ગણાય છે. કાર્તિક પૂર્ણિમાનાં આ ભવ્ય મેળામાં સરદાર વલ્લભભાઈ પટેલ અંગે પ્રદર્શન તથા કાર્યક્રમ તેમજ સુપ્રસિદ્ધ સુફી ગાયક ઓસમાણ મીર, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ અમદાવાદનાં સુરીલી સરગમ કલાવૃંદનાં સલીલભાઈ મહેતા તથા કલ્યાણીબેન કોઠાળકર સુમધુર લગ્નગીતો ‘સાજણ બેઠુ માંડવે’ રજુ કરશે જેમાં વેવિશાળથી માંડી કન્યા વિદાય સુધીનાં લગ્નગીતોનો આસ્વાદ કરાવશે જેમાં પ્રાધ્યાપક માર્ગીબેન હાથી વિસરાતા લગ્નગીતો અંગેનો રસપ્રદર દૌર રજુ કરશે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ રૂ. બે કરોડથી વધુની રકમની પાણી પુરવઠા યોજનાઓને વહીવટી મંજૂર અપાઇ

aapnugujarat

જુનાગઢમાં મંદિરના મહંતની કરપીણ હત્યાથી સનસનાટી

aapnugujarat

એક અઠવાડિયામાં એકવાર તો જંકફુડ ખાવું જ જોઈએ, આ રહ્યું મહત્વનું કારણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1