Aapnu Gujarat
Uncategorized

રાજકોટ જિલ્‍લામાં ૫૩૬૩૮૯ હેકટરમાં થયેલું ખરીફ પાકોનું વાવેતર

રાજકોટ જિલ્‍લામાં આગામી ઋતુને અનુલક્ષીને વિવિધ ખરીફ પાકોનું ૫૩૬૩૮૯ હેકટર વિસ્‍તારમાં ગત તા.૧૮ સપ્ટેમ્બર સુધીમાં વાવેતર થયું હોવાનું સંયુકત ખેતી નિયામક (વિસ્‍તરણ) રાજકોટની યાદીમાં જણાવાયું છે. આ પાકો પૈકી મગફળીનું ૨૬૨૭૫૬ હેકટર, બાજરી-૧૧૨૧ હેકટર, મગ-૧૨૬૦, તલ-૧૧૯૭,મકાઇ-૪૦ હેકટર, તુવેર-૩૧૭૩ હેકટર, મઠ-૯૨ હેકટર,અડદ-૧૦૩૭ હેકટર અને અન્ય કઠોળ-૨૪૭ હેકટર, દિવેલા-૮૫૪૬ હેકટર, સોયાબીન ૩૬૦ હેકટર, કપાસ-૨૩૮૬૪૩ હેકટર,શાકભાજી-૬૩૮૪ હેકટર,શેરડી-૭૪ હેકટર અને ૧૧૪૫૯  હેકટર વિસ્‍તારમાં ઘાસચારાનું વાવેતર થયેલ છે. એવી જ રીતે, મોરબી જિલ્‍લામાં કૂલ ૩૨૫૭૮૧ હેકટર જમીનમાં, જામનગર જિલ્‍લામાં કૂલ ૩૪૫૭૫૧ હેકટર જમીનમાં, દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં કૂલ ૨૩૪૬૯૫ હેકટર જમીનમાં, સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં કૂલ ૫૫૯૨૧૫ હેકટર જમીનમાં, કચ્‍છ જિલ્‍લામાં કૂલ ૬૦૧૬૨૯ હેકટર જમીનમાં મળી સૌરાષ્‍ટ્ર વિભાગમાં કૂલ ૨૬,૦૩,૪૬૦ હેકટર જમીન વિસ્‍તારમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે

Related posts

સોમનાથમાં આજથી ટેમ્પલ વોકનો આરંભ

aapnugujarat

વલસાડના ખેડૂતોને નુકસાન

editor

કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં ૨ વર્ષ ૯ મહિનાની સજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1