Aapnu Gujarat
મનોરંજન

ધૂમ-૪માં સલમાન નહીં પરંતુ શાહરૂખ મચાવશે ધૂમ

એક સમયે બોક્સ ઓફિસ પર જેના નામ માત્રથી ફિલ્મો ચાલતી હતી તે શાહરૂખ હાલમાં માઠા સમયમાંથી પસાર થઇ રહ્યો છે તેની હાલમાં રજુ થયેલી ફિલ્મો બોકસ ઓફિસ પર ઉંધા માથે પછડાઇ રહી છે ત્યારે શાહરૂખે આદિત્યનો સંપર્ક કર્યો છે અને કહેવાઇ રહ્યું છે કે આદિત્ય તેને પોતાની આગામી ધુમ ૪માં મુખ્ય ભૂમિકા આપી શકે છે.આશરે બે વર્ષથી ધૂમ ૪માં સ્ટારકાસ્ટ કઇ કઈ લેવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે આ અંગે ઘણા બધા સ્ટારકાસ્ટના નામ ચર્ચામાં આવી ચૂક્યા છે. જોકે હવે બોલિવૂડના સૂત્રોનું માનીએ તો આ ફિલ્મ માટે શાહરૂખનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.સલમાન ખાન ૨૦૧૮ની ઇદમાં રેસ ફિલ્મ લઇને આવી રહ્યો છે જેમાં તે નેગેટિવ પાત્ર કરી રહ્યો છે. આથી જો સલમાન ખાન ધૂમમાં નેગેટિવ પાત્ર કરે તો કોઇને નવાઈ નહીં લાગે.જોકે આ વિલન માટે શાહરૂખનું નામ હવે ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો આદિત્ય ચોપડાએ મનીષ શર્માએ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવા કહ્યું છે. ધૂમ ૪ના નિર્દેશક વિજય કૃષ્ણા આચાર્ય ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની શૂટિંગમાં વ્યસ્ત છે. ધૂમ ૪નું નિર્દેશન મનીષ શર્મા કરે તેવી શક્યતા છે.

Related posts

પ્રિયંકા અને નિક જોનસે ફંડ રેઇઝીંગ દ્વારા ૨૨ કરોડ ભેગા કર્યા

editor

કંગનાએ ‘પાની’ ફાઉન્ડેશનને લાખ રુપિયા આપ્યા

aapnugujarat

મી ટુ : તેની સાથે કોઇ શોષણ ક્યારેય થયાની અંકિતાની ના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1