Aapnu Gujarat
Uncategorized

સરધાર, રાજકોટ ખાતે આયોજીત NCCનાં ‘નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ’નાં સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

NCC- ગુજરાત એકમ દ્વારા વાર્ષિક કેમ્પ નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પનું આયોજન સરધાર, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. ૧૨ દિવસનાં આ કેમ્પનું સમાપન તા.૦૩/૦૯/૨૦૧૭ નાં રોજ કરાયેલ જેમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા ખાસ ઉપસ્થિત રહી કેડેટસ્ અને તેના અધિકારીઓનો ઉત્સાહ વધારેલ હતો.

આ સમાપન સત્રમાં દેશનાં વિવિધ રાજ્યનાં વિદ્યાર્થીઓ પોતાની સંસ્કૃતિની ઓળખ સમાન પ્રાચિન નૃત્ય રજુ કરેલ હતા અને એક જ મંચ પર બૃહદ્ ભારતનાં દર્શન કરાવેલ

આ કાર્યક્રમમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ હતું કે, “દેશની અખંડિતતા અને સીમાની સુરક્ષા કરતા દેશનાં જવાનોને મારા સો-સો સલામ છે. દેશની આઝાદી અને અખંડિતતા બચાવવા તેમણે કરેલા પ્રયાસોથી આજે  આપણે સુરક્ષિત છીએ, પરંતુ નાગરિક તરિકે શુ આપણે ફરજ અદા કરીએ છીએ? આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોનાં પ્રદાનથી નવા ભારતનું નિર્માણ કરવા માટે સંકલ્પ સે સિધ્ધિ” ચળવળની લડાઇ આરંભેલ છે. દેશનાં ૧૨૫ કરોડ નાગરિક સંકલ્પબદ્ધ બનશે ત્યારે નવા ભારતનાં નિર્માણમાં કોઈ બાધક નહી બની શકે.” આ પ્રસંગે તેમણે NCCના યુવાનોને પણ સામાજીક જાગૃકતા ફેલાવવા આહવાન કર્યું હતુ.

આ કાર્યક્રમ દરમિયાન NCCમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર યુવાનોનું સન્માન પણ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરૂકુલનાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

.

Related posts

વેરાવળમાં બે જોડીયા ભાઈઓનો આપઘાત

aapnugujarat

કોરોના સંકટમાં ઈસ્લામિક દેશો ખુલીને કરી રહ્યા છે ભારતની મદદ

editor

રથયાત્રાની જળયાત્રાને મળી મંજૂરીે

editor

Leave a Comment

UA-96247877-1