Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામાં બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

પિતા માટે દીકરી એટલે વ્હાલ નો દરિયો…પરંતુ મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતાને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતાએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે. આ નરાધમ પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દીધી છે અને સમગ્ર ઘટનાનો ફરિયાદી પુત્ર બન્યો છે.
પિતાની વેદના દીકરી જ વાંચી શકે, અને દીકરી ને વ્હાલ કરનાર પિતા ને પુત્ર કરતા પણ વ્હાલી હોય છે દીકરી. પરંતુ મહેસાણાની એક ઘટના જોઈને સૌ કોઈ કહેશે કે, આવા પિતાના ઘરે જન્મ લેવો એના કરતા જન્મ ના લેવો સારો. મૂળ ઉત્તર પ્રદેશનો પરિવાર અને હાલ મહેસાણાના લાંઘણજ નજીક એક ખાનગી શૈક્ષણિક સંસ્થાના રહેણાંક ઓરડીમાં રહેતા હતા. આ પરિવારમાં પિતા પુત્રી અને પુત્ર વસવાટ કરી રહ્યા હતા.
એક દિવસ ૧૭ વર્ષીય બહેન ને પેટમાં દુખાવો થતા એને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ. જ્યાં તબીબોએ નિદાન કર્યું કે આ તો ગર્ભવતી છે. જે સાંભળી સગીરાનો ભાઈ ચોકી ઉઠ્‌યો અને તપાસ કરતા તેના પિતા એ જ દુષ્કર્મ કર્યું હોવાનું જાણતા જ ભાઈ ના પગ નીચેથી જાણે જામીન સરકી ગઈ.
સમગ્ર મામલે લાંઘણજ પોલીસ નો સંપર્ક કરતા આ નરાધમ પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલ હવાલે પણ કરી દિધો છે. લાંઘણજ વિસ્તારમાં બનેલી દીકરી પર પિતાનો દુષ્કર્મ ની ઘટનાના એક સપ્તાહ અગાઉ જ મહેસાણા તાલુકામાં પણ આવી જ એક ઘટના બની હતી કે જેમાં ૩ બાળકો ના પિતા એ સગીર દીકરી પર દુષ્કર્મ કર્યું હતું અને નાની દીકરી જોઈ જતા મામલો સામે આવતા પિતાની ધરપકડ કરાઈ હતી.
તેવી જ ઘટના એક સપ્તાહ બાદ ફરીથી સામે આવી છે. અને ફરીથી એક પિતા એ કુમળી દીકરી ને પીંખી નાખી ગર્ભવતી બનાવી દેતા આવા નરાધમ પિતા વિરૂદ્ધ સૌ કોઈ ધિત્કાર વર્ષાવી રહ્યા છે. ત્યારે નાની દીકરીઓ, બાળકીઓ અને સગીરાઓ ને પણ પોતાના ઘર અને શાળાઓમાં પણ ગુડ ટચ અને બેડ ટચ નું શિક્ષણ આપવામાં આવે જેથી આવા કોઈ અડપલા કોઈ પણ કરે તો તુરંત માતા પિતા પગલાં લઈ શકે તેમ મહેસાણા પોલીસે સૂચન પણ કર્યું હતું.

Related posts

અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ ફલાયઓવર પૂર્ણ થવાની નજીક : માર્ચમાં ખુલશે

aapnugujarat

સુરત શહેર પાસે “મલ્ટી મોડેલ લોજીસ્ટીક પાર્ક” સાકાર થશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

આજથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ દાહોદથી મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે

aapnugujarat
UA-96247877-1