Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાપ્રધાનને પનોતી કહેવાનું કોંગ્રેસને ભારે પડ્યું

ગુજરાતમાં ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ રાજ્યના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા, અને તેમના આ એક નિવેદનને હથિયાર બનાવી ભાજપે ચૂંટણીનો માહોલ પોતાના પક્ષમાં કરી લીધો હતો. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે પણ નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના નેતાઓએ કરેલા સીધા પ્રહારની પાર્ટીએ જ કિંમત ચૂકવવી પડી હતી. હવે ૨૦૨૩માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે, જેના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પનોતી કહ્યા હતા, અને તેનું પરિણામ એ આવ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકતી દેખાઈ રહી છે. રાજસ્થાન માટે કદાચ કોંગ્રેસ એવું કહી શકે કે રાજ્યના મતદારોએ સતતાધારી પક્ષને ફરી જનમત નથી આપ્યો, પરંતુ મધ્યપ્રદેશમાં તો ત્રણ ટર્મથી સત્તામાં રહેલા ભાજપ સામે દેખાઈ રહેલા એન્ટિ ઈનકમ્બન્સી ફેક્ટરનો ફાયદો ઉઠાવવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ રહી છે, અને છત્તીસગઢમાં પણ તેને સત્તા ગુમાવવી પડે તે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું છે.
૨૦૨૩ના વર્ષની આ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રચાર અભિયાન પહેલાથી જ નેગેટિવ રહ્યું હતું. એક તરફ ભાજપે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ચહેરા પર વોટ માગ્યા હતા તો બીજી તરફ સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસે ભાજપ અને ખાસ તો પીએમ મોદીને નિશાના પર લીધા હતા.
પીએમ મોદી પર હુમલો કરવામાં કોગ્રેસ કેટલીકવાર મર્યાદા પણ ચૂકી હતી, પરંતુ હવે રાજકારણમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મર્યાદા જાળવવાનું જાણે રાજકીય પક્ષોએ છોડી જ દીધું છે, અને ભાજપ પણ તેમાંથી બાકાત નથી. જોકે, કોંગ્રેસને પોતાના આ નેગેટિવ કેમ્પેઈનનો તેલંગાણા સિવાય ક્યાંય ફાયદો નથી મળ્યો, અને તેલંગાણામાં ભાજપ આમેય પહેલાથી મજબૂત નહોતો અને મ્ઇજી સામેની એન્ટી ઈન્કમ્બન્સીનો ફાયદો કોંગ્રેસને જ મળવાની ગણતરી હતી.
૨૦૨૪ની લોકસભા ચૂંટણીને હવે ખાસ સમય નથી રહ્યો, તેવામાં હિન્દીભાષી રાજ્યોમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને કારણે પાર્ટીને લોકસભા ચૂંટણી માટે પોતાની રણનીતિ બદલવી પડશે તે નિશ્ચિત છે. કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરવાનું ટાળ્યું હતું, અને પક્ષને તેનો ફાયદો પણ મળ્યો હતો. કોંગ્રેસે કર્ણાટકના પ્રચાર અભિયાનમાં મોદી ફેક્ટરને બાજુ પર મૂકી ભાજપ શાસિત સરકારને જ નિશાને લીધી હતી, અને આ નીતિ સફળ પણ રહી હતી. જોકે, લોકસભાની સેમિફાઈનલ મનાઈ રહેલી એમપી, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો તેલંગાણા સિવાયના રાજ્યોમાં દેખાવ પ્રમાણમાં નબળો રહ્યો છે. આ સ્થિતિમાં જો કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી ના બદલી તો ૨૦૨૪માં ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધનને પણ ઝાટકો લાગી શકે છે.

Related posts

ट्रैफिक ब्लॉक के कारण ये गाड़ियां होंगी प्रभावित

aapnugujarat

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં ફેરફાર થશે

aapnugujarat

कर्नाटक के स्पीकर बोले : किसी भी कीमत पर आज ही विश्वासमत के लिए वोटिंग कराएंगे

aapnugujarat
UA-96247877-1