Aapnu Gujarat
રમતગમત

ઓરિજનલ કેપ્ટન કૂલ તો કપિલ દેવ : ગાવસ્કર

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન અને ૧૯૮૩ વર્લ્ડ કપ વિનિંગ ટીમનો ભાગ રહી ચૂકેલા સુનીલ ગાવસ્કરે પોતાના કેપ્ટન કપિલ દેવના ખૂબ વખાણ કર્યા છે. આમ તો કેપ્ટન કૂલ એમએસ ધોનીને કહેવામાં આવે છે પરંતુ સુનીલ ગાવસ્કરે કપિલ દેવને ઓરિજનલ કેપ્ટન કુલ ગણાવ્યા છે.
૧૯૮૩માં વર્લ્ડ કપ જીત્યાના ૪૦ વર્ષ પૂરા થવા પર સુનીલ ગાવસ્કરે કહ્યુ કે કપિલનું બેટ અને બોલ બંનેનું પ્રદર્શન શાનદાર હતુ. ફાઈનલમાં વિવ રિચર્ડ્‌સનો તેમનો કેચ ભૂલવો જોઈએ નહીં. તેમની કેપ્ટનશિપ ડાયનામિક હતી જેમ કે ફોર્મેટની જરૂર હતી અને જ્યારે કોઈ ખેલાડી કેચ છોડી દે છે અથવા ખોટી ફીલ્ડિંગ કરે છે ત્યારે પણ તેમનું હાસ્ય તેમને ઓરિજનલ કેપ્ટન કૂલ બનાવે છે.
૧૭૫ રનની તે ઈનિંગ હજુ પણ મારા દ્વારા જોવામાં આવેલી સૌથી મહાન વન ડે સેન્ચૂરી તરીકે બની છે અને હુ આ વાત તે બાદ આપણી ટીમના ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલી અન્ય મેચ વિજેતા સદી પ્રત્યે અનાદર કર્યા વિના કહી રહ્યો છુ. કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે એક મહત્વની મેચમાં સદી ફટકારી હતી, જ્યાં ટીમના જીતવાના ચાન્સ ખૂબ ઓછા લાગી રહ્યા હતા.

Related posts

दूसरा टेस्ट जीतने के बाद बोले रहाणे – सिराज और गिल को देना चाहता हूं क्रेडिट

editor

मलिंगा का यू-टर्न

aapnugujarat

नेपाल में भी अपना जलवा बिखेरते नजर आएंगे गेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1