Aapnu Gujarat
બિઝનેસ

LICની મુશ્કેલી વધશે ! ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મુકેશ અંબાણી કરશે ધમાકો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના બિઝનેસને અન્ય ક્ષેત્રોમાં વિસ્તારી રહી છે. હવે રિલાયન્સ ગ્રુપ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મોટો ધમાકો કરવા જઈ રહ્યું છે. જીયો ફાઈનાન્સિયલ સર્વિસિસ (Jio Financial Services) વીમા ક્ષેત્ર (Insurance Sector)માં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. જીયો લાઈફ અને નોન લાઈફ ઈન્સ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશવાની તૈયારીઓ કરી રહ્યું છે. જીયોએ લાઈસન્સ માટે IRDAIનો સંપર્ક કર્યો છે. રિલાયન્સના આ પગલાથી વીમા ક્ષેત્રની કંપનીઓમાં ખળભળાટ મચી જશે. મુકેશ અંબાણી વીમા ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં જીયોની એન્ટ્રી થવા જઈ રહી છે. મુકેશ અંબાણી જીયો ફાયનાન્સિયલ સર્વિસીસની મદદથી હેલ્થ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં પ્રવેશવા માટે તૈયાર છે. અમારા સહયોગી ઈટી નાઉના અહેવાલ મુજબ કંપનીએ આ માટે ભરતી પણ શરૂ કરી દીધી છે. લાયસન્સ માટે IRDAIનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ઈટી નાઉએ પોતાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કંપનીએ જીયો ફાઈનાન્સિયલ સર્વિસિસ દ્વારા લાઈફ અને નોન-લાઈફ ઈન્સ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશ માટે સંપૂર્ણ આયોજન કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સની એજીએમમાં આ વાતની જાહેરાત કરવામાં આવી શકે છે. જીયોનું ફોકસ ટિયર II અને ટિયર III શહેરો પર રહેશે. એવું પણ માનવામાં આવે છે કે જીયો કેન્દ્ર સરકારના વીમા સંશોધન કાયદા સાથે આ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે છે.

રિલાયન્સના આ પગલાથી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ને મજબૂત પડકાર મળશે. જીયો કોઈપણ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે આકર્ષક ઓફરો આપે છે. જ્યારે જીયોએ ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો, ત્યારે બધાએ જોયું હતું કે તે ફ્રી ડેટા અને કોલિંગ ઓફર્સ સાથે સેક્ટરમાં કેવી રીતે પ્રભુત્વ ધરાવે છે. વીમા ક્ષેત્રમાં રિલાયન્સની એન્ટ્રી એલઆઈસી જેવી મોટી વીમા કંપનીઓને તેમની વ્યૂહરચના બદલવા માટે દબાણ કરી શકે છે. જીયોની આ તૈયારીને કારણે LIC સહિત તમામ વીમા કંપનીઓનું ટેન્શન વધશે તેવું માનવામાં આવે છે.

રિલાયન્સ મોટી કંપની છે. તેમાં યુઝર ડેટા બેઝનું મોટું નેટવર્ક છે. આ ડેટા બેઝ વીમા ક્ષેત્રમાં વર્ચસ્વ વધારવા માટે તેની મુખ્ય તાકાત બની શકે છે. જિયોને તેની વીમા પોલિસી વેચવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. જીયો ફાઈનાન્સિયલ સર્વિસિસ માટે આ યુઝર્સને તેના પ્લેટફોર્મ સાથે જોડવાનું સરળ બનશે.

Related posts

કસ્ટમ ડ્યુટીના માળખામાં ફેરફાર કરવા તૈયારી

aapnugujarat

નોટબંધી ઇફેક્ટ : ગિફ્ટ આઈટમ્સ બજારમાં મંદી

aapnugujarat

FPI ने वित्तमंत्री से सरचार्ज वापस लेने की मांग करते हुए निवेश को लेकर कही बड़ी बात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1