Aapnu Gujarat
ગુજરાત

અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો ભારતમાં ધાર્મિક સ્થળો પર હુમલામાં વધારો

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ધાર્મિક સ્થળો પર હુમલાની સંખ્યામાં વધારો થયો છે. જે ઘણા ધર્મોના અનુયાયીઓનુ ઘર છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ હુમલાઓમાં હત્યા, મારપીટ અને ઉત્પીડનનો સમાવેશ થાય છે.યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, ’ભારતમાં, વિશ્વની સૌથી મોટી લોકશાહી અને માન્યતાઓની વિશાળ વિવિધતા માટે અમે લોકો અને પૂજા સ્થાનો પર વધતા હુમલા જોયા છે.’ એન્ટોની બ્લિંકને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનો ૨૦૨૧ રિપોર્ટ જાહેર કરતી વખતે આ વાત કહી.યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને ગુરુવારે કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા એ માત્ર મૂળભૂત અધિકાર નથી પરંતુ ’મહત્વપૂર્ણ વિદેશ નીતિની પ્રાથમિકતા’ છે. એપ્રિલમાં વોશિંગ્ટન ડીસીમાં યુએસ-ભારત ’૨ ૨’ સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એન્ટોની બ્લિંકને જણાવ્યુ હતુ કે યુએસ ભારતમાં માનવ અધિકારના સંબંધમાં ’તાજેતરના વિકાસ’ પર નજર રાખી રહ્યુ છે. ગુરુવારે એન્ટોની બ્લિંકને મોરોક્કો, તિમોર લેસ્ટે, તાઈવાન અને ઈરાક એવા દેશોને ઉદાહરણ તરીકે ટાંક્યા જ્યાં ધાર્મિક સ્વતંત્રતામાં પ્રગતિ થઈ છે. તેમણે કહ્યુ કે કેટલાક દેશો નાગરિકોના ’મૂળભૂત અધિકારો’નુ સન્માન કરતા નથી જેમાં ધર્મ પરિવર્તન અને નિંદા કાયદાનો ઉપયોગ કરવો અને ધાર્મિક અભિવ્યક્તિમાં ઘટાડો કરવો, જેમાં ધાર્મિક પોશાક પર પ્રતિબંધ છે. ભારત ખંડના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે, ’ધાર્મિક લઘુમતી સમુદાયોના સભ્યો પર હુમલાઓ, જેમાં હત્યાઓ, હુમલાઓ અને ધાકધમકીનો સમાવેશ થાય છે, આખા વર્ષ દરમિયાન ચાલુ રહ્યા. આ રિપોર્ટ ’ઇન્ડિયા ખંડ’ દેશમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓ પર પણ પ્રકાશ ફેંકે છે, જે જણાવે છે કે ભારતના ૨૮ રાજ્યોમાં ધર્માંતરણ કાયદા છે અને આ કાયદા હેઠળ ઘણી ધરપકડ કરવામાં આવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ’પોલીસે મીડિયા અથવા સોશિયલ મીડિયા પર હિંદુઓ અથવા હિંદુ ધર્મ માટે અપમાનજનક ગણાતી ટિપ્પણીઓ કરવા બદલ બિન-હિંદુઓની ધરપકડ કરી હતી.’ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના આ અહેવાલમાં જણાવાયું છે કે, ’જમ્મુ અને કાશ્મીરમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા હિંદુ અને શીખ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, તેઓની હત્યા કરવામાં આવી હતી, બિહારના મજૂરો સહિત સ્થળાંતર કરનારાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના કારણે આ વિસ્તાર પરપ્રાંતીયોનું પલાયન થઈ રહ્યુ છે’. રિપોર્ટમાં ગયા વર્ષે ત્રિપુરા, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની લિંચિંગની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને કહ્યુ છે કે ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતાના કારણે ધાર્મિક સ્થળો પર હુમલામાં વધારો જોવા મળ્યો છે. વાસ્તવમાં, અમેરિકી વિદેશ વિભાગે યુનાઈટેડ સ્ટેટસ કમિશન ઑન ઈન્ટરનેશનલ રિલીજીયસ ફ્રીડમ રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ભારતને લઈને ઘણા દાવા કરવામાં આવ્યા છે. અમેરિકી વિદેશ મંત્રીએ પોતાના રિપોર્ટમાં વિયેતનામ અને નાઈજીરિયાને એવા દેશોના ઉદાહરણ તરીકે પણ ટાંક્યા છે જ્યાં ધાર્મિક અભિવ્યક્તિ પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ અહેવાલમાં વર્ષ ૨૦૨૧ માં વિશ્વભરના દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિનું મૂલ્યાંકન શામેલ છે અને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા એમ્બેસેડર રશાદ હુસૈનના નેતૃત્વ હેઠળ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ માટે સંકલિત કરવામાં આવ્યું છે. આ દસ્તાવેજ યુએસ કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ દ્વારા બહાર પાડવામાં આવેલા ૈંઇહ્લ રિપોર્ટથી અલગ છે. એપ્રિલમાં, કમિશને સતત ત્રીજા વર્ષે રાજ્ય વિભાગને ભલામણ કરી હતી કે ભારતને ’વિશેષ ચિંતાનો દેશ ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે. આ કેટેગરીમાં એવા દેશોને રાખવામાં આવ્યા છે, જે ધાર્મિક સ્વતંત્રતાના મામલે સૌથી ખરાબ રેકોર્ડ ધરાવે છે. જો કે, ઝ્રઁઝ્રની યાદીમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને ન તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ ભલામણોને સ્વીકારવા માટે બંધાયેલ છે. આ રિપોર્ટ તૈયાર કરનાર રશાદ હુસૈને કહ્યુ કે, ’જેમ કે વિદેશ સચિવ એન્ટની બ્લિંકને કહ્યુ હતુ કે ભારતમાં કેટલાક અધિકારીઓ લોકો અને પૂજા સ્થાનો પર વધતા હુમલાઓને અવગણી રહ્યા છે અથવા તેનુ સમર્થન કરી રહ્યા છે’. તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયાની સાથે સાથે ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોને ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિબંધ ધરાવતા દેશોની યાદીમાં રાખવામાં આવ્યા છે.યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને જણાવ્યુ હતુ કે ’ચીન મુખ્યત્વે મુસ્લિમ ઉઇગુર અને અન્ય ધાર્મિક લઘુમતી જૂથોની નરસંહાર અને દમન ચાલુ રાખે છે અને અન્યોને અટકાયત શિબિરોમાં નજરકેદ રાખવામાં આવ્યા છે.’ યુએસના વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનમાં વર્ષ ૨૦૨૧માં ઓછામાં ઓછા ૧૬ વ્યક્તિઓ પર નિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અથવા અદાલતો દ્વારા મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી.

Related posts

કાલોલમા અથડામણ મામલે ૧૦૪ જેટલા લોકો સામે ફરિયાદ

editor

ચુડાના મોજીદડ ખાતે રાત્રિ રસીકરણ અભિયાન હાથ ધરાયુ

editor

સેવકોએ ડાકોર મંદિરનાં મેનેજરને બરાબરનાં ધિબેડી નાંખ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1