Aapnu Gujarat
ગુજરાત

ચુડાના મોજીદડ ખાતે રાત્રિ રસીકરણ અભિયાન હાથ ધરાયુ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સમગ્ર ભારતમાં રસીકરણની ઝડપી ગતિ હવે સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહી છે
મહત્વનું છે કે ભારતમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
ત્યારથી આજદિન સુધી દેશ અને ગુજરાતનું આરોગ્ય તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મામલતદારશ્રી ની ઉપસ્થિતિ તથા ચુડા હેલ્થ ઓફિસર ડો વાજા સાહેબ, phc મેડિકલ ઓફિસર ડો પલાણીયા સાહેબ તથા મેડિકલ સ્ટાફ દ્વારા રાત્રે ગામડાઓમાં શેરી ગલીઓમાં ઘેર ઘેર ફરી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું
તે અંતર્ગત આજે બીએમસી મોજીદડ ખાતે ભરવાડ સમાજના યુવાનો ને સમજૂત કરી રસી આપવામાં આવી
સમગ્ર વિશ્વમાં જ્યારે ભારતની કોરોના અંગેની કામગીરી ચર્ચા થઈ રહી છે ત્યારે તેના પાયામાં નાના ગામડાઓમાંથી સો ટકા વેક્સિનેશન પૂર્ણ કરી સહકાર આપવામાં આવી રહ્યો છે તેમજ કોરોના વોરીયસ મેડિકલ સ્ટાફ રાત-દિવસ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે અને કોરોનાની બીજી લહેર ની શક્યતાઓ વચ્ચે પૂર્ણ તૈયારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે
હાલ તો ચુડા તેમજ મોજીદડ phc ની ઉત્કૃષ્ટ કામગીરીથી લોકોમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી
જેના લીધે મોજીદડ જેવા નાના ગામડાઓમાં કોરોનાની મહામારી ની અસર નહિવત પ્રમાણમાં જોવા મળી હતી જ્યારે મોટા શહેરો અને અનેક ગામડાઓનો તેની અસર લોકો હેરાન પરેશાન થઈ પોતાનું જીવન ની ગાડી પાટા પરથી ઉતરી ગયા ના દ્રશ્યો સામે આવી રહ્યા હતા તે સમયે મોજીદડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પોતાના આરોગ્ય કર્મીઓ રાત દિવસ એક કરી પોતાની ફરજ બજાવી રહ્યા હતા
જેના ફળસ્વરૂપ આજે સો ટકા વેક્સિન તરફ ગામડાઓ આગળ આવી રહ્યા છે અને કોરોના ને માન આપી રહ્યા હોય તેમ સામાન્ય જીવન લોકો જીવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે
આ રસીકરણ અભિયાન માં મોજીદડ ના યુવાનો તેમજ મામલતદાર શ્રી ની ખાસ ઉપસ્થિતિ, ઉપ સરપંચ શ્રી લગ્ધીરસિંહ જાદવ, ચુડા તાલુકા કોષાધ્યક્ષ સુખદેવસિંહ મકવાણા, રઘુભા જાદવ, મફાભાઇ ભરવાડ તેમજ મોજીદડના સેવાભાવી લોકો હાજર રહ્યા હતા અને રસીકરણ અભિયાનને સફળતા અપાવવામાં સહકાર આપવામાં આવ્યો હતો.

Related posts

गांधीधाम-भागलपुर के बीच ग्रीष्मकालीन विशेष ट्रेन

aapnugujarat

સુરતમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો

aapnugujarat

આજે મહિલા સશક્તિાકરણ પખવાડિયાનો પાંચમો દિવસ

editor

Leave a Comment

UA-96247877-1