Aapnu Gujarat
ગુજરાત

ભાજપ ચૂંટણી પહેલા એક્શન મોડમાં – 182 વિધાનસભાની દીઠ પેજ કમિટીનું સંમેલન થશે

ચૂંટણીઓ વહેલી યોજાય તેવા અણસાર આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ પ્રકારનું પ્લાનિંગ ચૂંટણીઓ શરુ થાય એ પહેલા જ કરી દેવામાં આવ્યું છે. સીઆર પાટીલ અે માઈક્રાે લેવલના પ્લાનિંગ માટે જાણીતા છે ત્યારે આગામી વિધાન સભાની ચૂંટણી પહેલા જ ભાજપ અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે. આજે પ્રશાંત કોરાટે 6 જાન્યુઆરી ભાજપના સ્થાપના દિવસથી 25 તારીખ સુધીના કાર્યક્રમોની ઝાંખી કરાવી હતી ત્યારે આગામી સમયમાં 182 વિધાનસભાની દીઠ પેજ કમિટીનું સંમેલન થશે. આ ઉપરાંત આજે સોશિયલ મીડિયા અને આઈટી ટીમ સાથેની બેઠકનું આયોજન સીઆર પાટીલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.

આગામી સમયમાં ભાજપની રણનીતિ વિધાનસભાની ચૂંટણી પહેલા પેજ કમિટીને વધુ મજબુત કરવાની છે. આ ઉપરાંત આજે સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક તમામ બીજેપીના મંત્રીઓ સાથે મળવાની છે એ પ્રકારના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ રણશિંગુ ફૂંકી દેવામાં આવ્યું છે.

અગાઉ સીઆર પાટીલની આગેવાનીમાં મધ્ય ગુજરાતના 5 જિલ્લાના હોદેદારો સાથે મહત્વની બેઠક યોજવામાં આવશે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ , તથા દાહોદ જિલ્લા ના હોદ્દેદારો, પ્રમુખ મહામંડળના હોદ્દેદારો એ સૌ કોઈને બેલાવવામાં આવ્યા હતા.

Related posts

‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અને સખી-વન સ્ટોપ સેન્ટર’ યોજનાની દેખરેખ સમિતિની બેઠક યોજાઈ

editor

પાલક માતા-પિતા યોજના સમગ્ર રાજ્યમાં શરૂ કરાઈ

aapnugujarat

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી ત્રણ દર્દીના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1