Aapnu Gujarat
ગુજરાત

પાલક માતા-પિતા યોજના સમગ્ર રાજ્યમાં શરૂ કરાઈ

પાલક માતા પિતા યોજનામાં ચાલુ વર્ષે સુધારો કરી પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કર્યા હોય તેવાં બાળકોને કુટુંબમાં રાખી પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર કરવાનાં ઉદ્દેશ્યથી બાળક જ્યાં સુધી ૧૮ વર્ષનું ના થાય ત્યાં સુધી માસિક સહાય ૩૦૦૦ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ને ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ૦ થી ૧૮ વર્ષના અનાથ બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસનાં હેતુ સર પાલક માતા પિતાની યોજના સમગ્ર રાજયમાં શરૂ કરાઈ છે. આ યોજનાં અંતર્ગત જે બાળકનાં પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવાં બાળકોને આ યોજનાનો લાભ મળતો ન હતો અને આવા બાળકો આ યોજનાથી વંચિત રહેતા હતા તેથી આ નવિન સુધારો કરાયો છે.
આ યોજના અંગેની વધુ માહિતી માટે જે તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા અધિક્ષક સરકારી ચિલ્ડ્રન હોમની કચેરી અથવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ચેક યાદીમાં જણાવાયું છે.

Related posts

અમદાવાદનાં પૂર્વ ક્ષેત્રમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ-ડ્રેનેજ નેટવર્ક બનશે

aapnugujarat

કચ્છમાં ૩.૨નો ભૂકંપનો આંચકો

aapnugujarat

બાવળા નગરપાલિકાના મહિલા પ્રમુખ વીણાબેન પટેલની નજરે વિકાસકાર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1