Aapnu Gujarat
ગુજરાત

જામનગર મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા બાઈક, તેલના ડબ્બા અને ગેસના બાટલાને હારતોરા કરીને અનોખી રીતે વિરોધ

કોંગી કોર્પોરેટરે સાયકલ ચલાવી હતી, અન્ય આગેવાનોએ સૂત્રો લખેલા પોસ્ટરો, પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો

જામનગર મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા બાઈક, તેલના ડબ્બા અને ગેસના બાટલાને હારતોરા કરીને અનોખી રીતે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમજ સાઈકલીંગ અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો પણ કર્યા હતાં. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રાંધણ ગેસના બાટલાના ભાવમાં થયેલા અસહ્ય વધારાથી મધ્યમ ગરીબ વર્ગને ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે મોંઘવારી મુદ્દે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરના લાલબંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા ધરણાં-પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાઈક અને તેલના ડબ્બા, રાંધણગેસના બાટલાને ફૂલનો હાર પહેરાવાયો હતો. તેમજ કોંગી કોર્પોરેટરે સાયકલ ચલાવી હતી, જ્યારે અન્ય આગેવાનોએ સૂત્રો લખેલા પોસ્ટરો, પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મહનગરપાલિકાના વિપક્ષના નેતા આનંદ રાઠોડ, પૂર્વ વિપક્ષના નેતા આનંદ ગોહિલ.કોર્પોરેટર જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, ધવલ નંદા, નુરમામદ પલેજા, દાઉદ નોતિયાર, દિપુ મારિયા, સાજીદ બ્લોચ, વગેરે જોડાયા હતાં.

Related posts

शहर में सब्जियों की कीमत में भारी वृद्धि दर्ज की गई

aapnugujarat

ગોંડલમાં જૂગાર રમતા ૧૭ આરોપીઓને ૪.૧૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

aapnugujarat

कांग्रेस के चुनावी घोषणापत्र में कहीं भी पाटीदार शब्द का उल्लेख नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1