Aapnu Gujarat
ટેકનોલોજી

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડાઉન થતાં કરોડો યુઝર્સ પરેશાન

ઈન્ટરનેટ મોનિટરિંગ ડાઉનડિટેક્ટરે કહ્યું હતું કે દુનિયાભરના યુઝર્સને ફેસબુક બંધ થયું તેની અસર થઈ હતી. ત્રણથી ચાર કલાક સુધી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ બંધ રહી હતી. એ પહેલાં ચાર-પાંચ દિવસ અગાઉ સાતેક કલાક ફેસબુક-ઈન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપની સર્વિસ બંધ રહી હતી. પાંચ દિવસમાં બીજી વખત સર્વિસ ઠપ થતાં અસંખ્ય યુઝર્સે ટિ્‌વટરમાં ફેસબુકની ઝાટકણી કાઢી હતી.ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સપ્તાહમાં બીજી વખત ઠપ થઈ જતાં દુનિયાભરના યુઝર્સે ફરિયાદ કરી હતી. કલાકો પછી બંને રિસ્ટોર થઈ ગયા હતા. ફેસબુકે બંને પ્લેટફોર્મ ઠપ થવાનું કારણ રજૂ કર્યું હતું અને યુઝર્સને પરેશાની ભોગવવી પડી તે બદલ માફી પણ માગી હતી. કન્ફિગરેશન ચેન્જ થયાં હોવાથી ફેસબુક-ઈન્સ્ટાની સર્વિસ પ્રભાવિત થઈ હતી. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ વધુ એક વખત બંધ પડી ગઈ હતી. કરોડો યુઝર્સે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ અપલોડ કરવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ કરી હતી. કલાકો સુધી બંને પ્લેટફોર્મ ઠપ થઈ ગયા હતા. કેટલાક યુઝર્સના એકાઉન્ટ ખૂબ જ સ્લો થઈ ગયા હતા, જાે કેટલાય યુઝર્સે ફોટો-વીડિયો અપલોડ ન થતાં હોવાનું જણાવ્યું હતું. એ પછી ફેસબુકે બંનેની સર્વિસ રિસ્ટોર થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યું હતું. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં સત્તાવાર એકાઉન્ટમાંથી પોસ્ટ કરીને ફેસબુકે કહ્યું હતું કે અગાઉ ચાર-પાંચ દિવસ પહેલાં ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્‌સએપની સર્વિસ ઠપ થઈ હતી, તેને આ વખતે સર્વિસ બંધ થઈ તેની સાથે કોઈ જ સંબંધ નથી. આ વખતે કન્ફિગરેશન ચેન્જ થતાં હોવાથી કેટલાય યુઝર્સના એકાઉન્ટ ઠપ રહ્યા હતા. ફેસબુકે એ માટે માફી પણ માગી હતી. ફેસબુકે કહ્યું હતું કે કરોડો યુઝર્સને પરેશાની વેઠવી પડી તે બદલ અમે ખૂબ જ ખેદ વ્યક્ત કરીએ છીએ. હવે જે સમસ્યા આવતી હતી તેને ઠીક કરી દેવામાં આવી છે અને સર્વિસ રિસ્ટોર કરી દેવામાં આવી છે.

Related posts

તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન ખરીદવું સસ્તું થશે

aapnugujarat

ટેક્નોલોજી ક્ષેત્રે ભારત વિશ્વમાં ૧૭મા ક્રમે, જાપાન ટોચે

aapnugujarat

ઈન્સ્ટાગ્રામે લીધી કંગના વિરૂદ્ધ એક્શન

editor

Leave a Comment

UA-96247877-1