Aapnu Gujarat
ટેકનોલોજી

ટેક્નોલોજી ક્ષેત્રે ભારત વિશ્વમાં ૧૭મા ક્રમે, જાપાન ટોચે

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ દર વર્ષે ૧૧ મેના રોજ ઉજવવામાં આવે છે બુધવારે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ હતો. આ દિવસે ૧૯૯૮માં ભારતે પોખરણમાં સફ્ળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
આ પરીક્ષણ દ્વારા ભારતે સમગ્ર વિશ્વને તેની ટેકનોલોજી અને વિજ્ઞાનથી વાકેફ્‌ કર્યા. ત્યારથી રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ દર વર્ષે ૧૧ મેના રોજ ઉજવવામાં આવે છે. પોખરણ ન્યુક્લિયર ટેસ્ટને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આજે સમગ્ર વિશ્વ ભારતની શક્તિને જાણે છે. સંરક્ષણ હોય, આરોગ્ય હોય કે સામાન્ય નાગરિકોનું જીવનધોરણ હોય, ભારતે દરેક ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. ભારતની ગણતરી હવે દુનિયાના અગ્રણી ૨૦ દેશોમાં થાય છે જે ટેક્નોલોજીમાં ખૂબ જ સમૃદ્ધ છે.
આ મુજબ હવે ડિપાર્ટમેન્ટ ઓફ્‌ સાયન્સ એન્ડ ટેક્નોલોજીને રૂ. ૫,૨૪૦ કરોડ, ડિપાર્ટમેન્ટ ઓફ્‌ બાયોટેક્નોલોજીને રૂ. ૨,૯૬૧ કરોડ અને ડિપાર્ટમેન્ટ ઓફ્‌ સાયન્ટિફ્કિ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસચને રૂ. ૫,૨૯૭ કરોડ આપવામાં આવ્યા છે.
દુનિયામાં એવા ઘણા દેશો છે જેનું સંપૂર્ણ ધ્યાન વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં છે. એક રિપોર્ટ અનુસાર, ૨૦૧૯માં યુએસએ ૬૧૨.૭૧ અબજ ડોલર માત્ર વિજ્ઞાન અને ટેક્નોલોજી સેક્ટરમાં રિસર્ચ માટે ખર્ચ્યા હતા. આ પછી ચીને ૫૧૪.૭૯ અબજ ડોલર, જાપાને ૧૭૨.૬૧ અબજ ડોલર, જર્મનીએ ૧૩૧.૯૩ અબજ ડોલર ખર્ચ કર્યો છે. ભારતે ૨૦૧૯માં ૫૮.૬૯ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. એટલે કે દેશની કુલ જીડીપીના માત્ર ૦.૬૫% જ સરકાર દ્વારા વિજ્ઞાનના ક્ષેત્રમાં ખર્ચવામાં આવી હતી.
દેશમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રે મહિલાઓની સંખ્યા ઘણી ઓછી હોવાનું વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું. એવું કહેવામાં આવ્યું છે કે દેશમાં સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યા ૧૬.૬% છે. આ ક્ષેત્રમાં કુલ ૩.૪૨ લાખ લોકો કામ કરી રહ્યા છે, જેમાંથી મહિલાઓની સંખ્યા ૫૬,૭૪૭ છે. જાે કે, સરકારે એમ પણ કહ્યું છે કે આ ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.આઇઆઇટી, એનઆઇટી જેવી સંસ્થાઓમાં પણ વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Related posts

ટિકટૉક ઍપ પર પ્રતિબંધ મુકવા અરજી

aapnugujarat

ભારતમાં સૌથી ખરાબ દિવસો આવવાના હજુ બાકી : સુંદર પિચાઇ

editor

फेसबुक ने ऑस्ट्रेलिया में समाचार पर लगी रोक को हटाया

editor

Leave a Comment

UA-96247877-1