Aapnu Gujarat
ગુજરાત

સંતરામપુરના MLA ડો.કુબેરભાઈ ડીંડોર રાજ્યકક્ષાના મંત્રી બનતા સમર્થકોમાં ખુશી

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ પટેલ બિરાજમાન થયા બાદ ગાંધીનગર ખાતે આજે રાજ્યપાલ દ્વારા કેબિનેટમંત્રી અને રાજ્યકક્ષાના નવનિયૂક્ત મંત્રીઓને શપથ લેવડાવામા આવ્યા હતા.ભુપેન્દ્રભાઇ પટેલની સરકારના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યુ છે.જેમાં મહિસાગર જીલ્લાની સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડો.કુબેરભાઈ ડીંડોરનો સમાવેશ કરવામા આવ્યો છે.જેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવામા આવ્યા છે.આ બંને વિધાનસભા આદિવાસી સમાજની વસ્તી ધરાવતો મતવિસ્તાર છે.મહિસાગર જીલ્લો બન્યા બાદ પ્રથમ વખત અહીના ધારાસભ્યને મંત્રીમંડળમા સ્થાન મળ્યુ તેમ કહી શકાય છે.સંતરામપૂર વિધાનસભા પરથી 2017 માં વિધાનસભાનીચુટણીમાં જીતેલા કુબેરભાઈ ડીંડોરે કોંગ્રેસના ગેંદાલભાઈ ડામોરને હરાવ્યા હતા.કુંબેરભાઈ ડીંડોર વ્યવસાયે પ્રોફેસર છે.સારા અને ઉત્તમ વક્તા છે.સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે.તેમને ગુજરાત યુનિર્વસીટીમાંથી એમ.એ.નો અભ્યાસ કર્યો છે.અને સરદાર પટેલ યુનિર્વસીટીમાંથી પી.એચ.ડીની પદવી મેળવી છે. સંતરામપુર વિધાનસભાના MLA ડો.કુબેરભાઈ ડીંડોરને રાજ્યકક્ષાનાં મંત્રી બનાવતા મહિસાગર જીલ્લામાં અને સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં તેમના સર્મથકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ છે.

Related posts

રૂપાણીને એહમદ પટેલની જીત માન્ય નથી; કહ્યું, ‘ચૂંટણી પંચના નિર્ણય અંગે ભાજપ કાનૂની પગલાં લેશે’

aapnugujarat

બગદાણા, સાળંગપુર, સોમનાથ, શામળાજી સહિત ગુજરાતના મંદિરો થયા બંધ

editor

કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટેના ઉમેદવારોના માપદંડો દૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1