Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાજકીય નેતાઓનું કર્તવ્ય : શાસનની ધુરા

રાજકીય નેતાઓનું કર્તવ્ય
દેશમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈપણ પ્રશ્ન હોય ત્યારે રાજકીય કારણ વચ્ચે ના આવે એ જોવું રાજકીય નેતાનું કર્તવ્ય છે. રાજકીય સ્વાર્થના કારણે દેશમાં અવ્યવસ્થા ન સર્જાવી જોઈએ. જે કોઈ આ જવાબદારી અને કર્તવ્યને સમજતો ના હોય તો એણે રાજનીતિમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી.
(અમદાવાદ મ્યુનિસિપાલિટી સન્માન સમારોહ, ૩૦ નવેમ્બર, ૧૯૪૫)

શાસનની ધુરા
આજે ઝઘડાનું મૂળ કારણ શું છે તે તમે જાણો છો ? અંગ્રેજો આ દેશમાંથી જતા રહે પછી રાજ્યના શાસનની ધુરા કોણ સંભાળે ? હિંદુ ? મુસ્લિમ ? કે પછી હિંદુ અને મુસલમાનો મળીને શાસનની ધુરા સંભાળશે ? આપણને પુષ્કળ આશાઓ બાંધવામાં આવે છે પરંતુ તમારે બધાએ મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખીને લડાઈ લડવી જોઈએ. આપણી લડાઈનો મુખ્ય મુદ્દો સત્તાની લડાઈનો છે. અમને સત્તા જોઈએ છે. હિંદુસ્તાનનું રાજ્ય નથી જોઈતું, અમારે ભીખ નથી જોઈતી અમારે તો આખેઆખું સ્વરાજ્ય જોઈએ છીએ. અમારી ખરેખર લડાઈ તો કૉંગ્રેસ સાથે છે. મુસલમાનો જે માંગે છે તે કૉંગ્રેસ તેમને આપે છે. મુસલમાનોની વસ્તી આશરે ૨૫ ટકા છે. તેમને ૩૩.૧/૪ ટકા જગાઓ કબૂલ છે. ગઈકાલે – પરમ દિવસે ૫૦ ટકા જગ્યા આપવા આ લોકો તૈયાર હતાં અને આપણો ન્યાયી હક્ક હોવા છથાં આપણને શું ઉત્તર આપ્યો તે જાણો છો ? સોયની અણી પર જેટલી માટી ચોંટે એટલું યે મળશે નહીં !
(તા.૧૪-૧-૧૯૪૬ના રોજ સોલાપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલું ભાષણ ‘જનતા’ સાપ્તાહિકના તા.૧૯-૧-૧૯૪૬માંથી સાભાર)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

NICE LINE

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ રામનાથ કોવિંદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1