Aapnu Gujarat
ગુજરાત

લખપત તાલુકામાં એક મહિનાથી પાણી ન મળતું હોવાનો આક્ષેપ

કચ્છના લખપત તાલુકામાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. અહીં ગ્રામ અગ્રણીઓ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાણી ન મળતું હોવાની રાવ ઉઠી રહી છે. છેલ્લા ૧ મહિનાથી પાણી ન મળતું હોવાથી તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ત્યારે અસહ્ય ગરમી વચ્ચે ગુનેરી ગામે પાણની સમસ્યાઓ સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. સાથે સાથે મૂંગા પશૂઓને પણ પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાે કે, પાણીની સમસ્યાને લઇને ગામના અગ્રણીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાણી ના મળતી હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે લખપત તાલુકા પંચાયતના સદસ્ય જશુભા દ્વારા ૫ ગામોમાં ૧ મહિનાથી પાણી ન મળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Related posts

એક્રેસીલ કંપનીએ ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કર્યા

editor

राज्य के शहरी क्षेत्रों में नागरिकों को निःशुल्क इन्टरनेट के लिए पब्लिक वाईफाई होट स्पोट प्रोजेक्ट कार्यान्वित

aapnugujarat

અમદાવાદ કાલુપુર મંદિરના સ્વામી એક પરિણિતાને લઇ ફરાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1