Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારત બીબીબી પ્રોજેક્ટમાં થશે સામેલ : ચીનની શાન ઠેકાણે આવશે

ભારતે અમેરિકા દ્વારા તૈયાર કરવામા આવેલા ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ થ્રી-બી-ડબ્લ્યૂ પર વિચાર કરવાની વાત કહી છે. હાલમાં જ જી-૭ મિટિંગ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડેને ‘બિલ્ડ બેક બેટર’ પ્લાનનો પ્રસ્તાવ આપ્યો હતો, જે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો જવાબ મનાઈ રહ્યો છે. જાે જી-૭ દેશો આ મુદ્દે આગળ વધશે તો એશિયાથી યુરોપ સુધીના દેશોમાં દખલગીરી કરવામા લાગેલા ચીનને મોટો ઝાટકો લાગશે. આ યોજનાનું નેતૃત્ત્વ વિશ્વના મોટા લોકતાંત્રિક દેશો કરશે.આ ઉપરાંત ટેક્નિકલ અને આર્થિક મદદ પણ આ દેશો દ્વારા જ પૂરી પાડવામા આવશે. આ પ્રોજેક્ટ પર ૪૦ ટ્રિલિયન અમેરિકન ડૉલરના ખર્ચનો અંદાજ છે. આ યોજના હેઠળ એવા દેશો પર ફોક્સ કરાશે જેમને કોરોના સંકટની ગંભીર અસરનો સામનો કરવો પડ્યો છે. ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ હેઠળ મોટાપાયે રોજગારની તકો સર્જાશે તેમ પણ જણાવવામાં આવી રહ્યું છે.વિદેશ મંત્રાલયના અધિકારી પી. હર્ષે કહ્યું કે,‘બિલ્ડ બેક બેટર યોજના અંગે ભારત પોતાની એજન્સીઓ પાસે તેની અસરકારકતા અને ફાયદાની માહિતી મેળવશે. જે પછી ભારત આ પ્રોજેક્ટ સાથે જાેડાઈ શકે છે.’ બીજી તરફ ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો એ દેશો જ વિરોધ કરી રહ્યાં છે જે આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા છે. આ દેશો સતત વધી રહેલ દેવું અને રોજગારની તકોનું સર્જન ના થવાથી લોકોના વિરોધનો સામનો કરી રહ્યાં છે.ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની તે દેશોએ પણ ટીકા કરવાની શરૂ કરી દીધી છે, જે તેનો ભાગ છે. બીજી તરફ આ પ્રોજેક્ટમાં સંબધિત દેશો પર સતત વધી રહેલું દેવું અને સ્થાનિક સ્તર પર રોજગારી ન મળવાથી તેની ટીકા થઈ રહી છે. ભારત, ચીન આ પ્રોજેક્ટથી દૂર છે. જ્યારે પાકિસ્તાન,નેપાળ અને શ્રીલંકા આ પ્રોજેક્ટમાં સામેલ છે. આ ત્રણેય દેશો ચીનના ઉંડા દેવામાં ડૂબાયેલા છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર પણ ભારતે નારાજગી વ્યક્તકરી હતી, કારણકે ચે જમ્મુકાશ્મીરના તે ભાગ પરથી પસાર થાય છે, જ્યાં પાકિસ્તાનનનો ગેરકાયદેસર કબ્જાે છે.

Related posts

ભારતે યુએન પીસ બિલ્ડિંગ ફંડને ૫૦૦,૦૦૦ ડોલરનું આપ્યું યોગદાન

aapnugujarat

કિમ જોંગ સાથે ૧૨ જૂનની મિટિંગ ટ્રમ્પે મુલતવી કરી

aapnugujarat

જાન્યુઆરીમાં કોરોના પિક પર હશે : દરરોજ ૨૫ હજાર મોતની આશંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1