Aapnu Gujarat
ગુજરાત

જૂન-જુલાઈમાં લગ્નનાં માત્ર ૧૫ જ મુહૂર્ત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે અનેક લગ્નો અટવાઈ પડ્યાં હતાં. હાલ પણ થોડા મહેમાનો વચ્ચે જ લગ્નની પરવાનગી આપવામાં આવી રહી છે. પરમિશન વિના થતાં લગ્નો પણ પોલીસે અટકાવ્યાં હોવાના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે જૂન અને જુલાઈ મહિનામાં લગ્નના માત્ર ૧૫ મુહૂર્ત જ છે, ત્યારે લગ્નને લઈને વર-કન્યાના પરિવાર સહિત ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી પણ મૂંઝવણમાં છે.
જોકે ૨૦ જુલાઈના રોજ પૂરી થતી લગ્નની સીઝનમાં લગ્ન ન થયા તો દિવાળી બાદ જ થઈ શકશે.૨૦૨૧માં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં માત્ર બે જ મુહૂર્ત મળ્યાં હતાં, જેમાં પણ કોરોનાના કારણે સીમિત મહેમાનો વચ્ચે લગ્નો યોજાયાં હતાં.ગત એપ્રિલમાં ૬ અને મે મહિનામાં સૌથી વધુ ૧૧ લગ્નનાં મુહૂર્ત હતાં.
જોકે કોરોનાની બીજી લહેરના કારણે કોરોનાનાં નિયંત્રણો તમામ લગ્નને નડી ગયા હતા. હવે ચાલુ લગ્નની સીઝનમાં માત્ર ૧૫ જ મુહૂર્ત બાકી રહ્યાં છે, જેથી કોરોનાને લઈને લગાવેલાં નિયંત્રણો હળવા થાય તેના પર વર-કન્યાના પરિવાર અને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી નજર રાખીને બેઠી છે.જૂન મહિનામાં ૧૧ અને જુલાઈ મહિનામાં ૪ લગ્નનાં મુહૂર્ત છે. જૂન મહિનામાં ૩, ૪, ૬, ૧૫, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૪, ૨૬ અને ૨૮ તારીખનાં મુહૂર્ત છે. જ્યારે જુલાઈ મહિનામાં ૧, ૨, ૩ અને ૧૩ તારીખના મુહૂર્ત છે. ૨૦ જુલાઈના રોજ દેવશયની એકાદશી સાથે લગ્નની સીઝન પૂર્ણ થઈ રહી છે, જેથી હવે દિવાળી બાદ જ લગ્નનાં મુહૂર્ત છે. જોકે દિવાળી પર પણ કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ રહેલી છે. નવેમ્બર મહિનામાં ૧૬, ૨૦, ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ડિસેમ્બર મહિનામાં ૧, ૭, ૮, ૯, ૧૩, ૧૪ તારીખનાં મુહૂર્ત છે. જો ત્રીજી લહેર આવશે તો હવે પછી લગ્ન આવતા વર્ષે જ થશે.

Related posts

લીંબડીના જગદીશ આશ્રમ મંદિરનો ચલણી નોટોથી શણગાર

editor

પીએમ મોદી ૨૧ અને ૨૨ જુલાઈએ ગુજરાત આવશે

aapnugujarat

અમરાઈવાડી વિસ્તારમાં એકલવાયુ જીવન જીવી રહેલા વૃદ્ધાનું શંકાસ્પદરીતે મોત થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1