Aapnu Gujarat
બિઝનેસ

સોના અને ચાંદીમાં ઘટાડો

સોનાની કિંમતમાં રાહત મળી છે. વૈશ્વિક દરોમાં ઘટાડાની વચ્ચે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર મંગળવારે સોનાનો ભાવ ૦.૨૦ ટકા ગબડીને ૪૮,૪૫૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયો. એડીએફસી સિક્યુરિટીઝ અનુસાર, નબળી માંગને કારણે સોનાના ભાવમાં આ ઘટાડો આવ્યો છે. સોનાની સાથે ચાંદીની કિંમત (જીૈઙ્મદૃીિ િઁૈષ્ઠી ર્‌ઙ્ઘટ્ઠઅ)માં પણ મંગળવારે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ ૦.૪૫ ટકા ઘટ્યા બાદ ૭૧,૪૮૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું ૦.૩ ટકાના ઘટાડાની સાથે ૧,૮૭૬.૨૪ ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી ૦.૭ ટકા ઘટીને ૨૭.૬૦ ડૉલર પ્રતિ ઔંસ જ્યારે પ્લેટિનમ ૧,૧૭૪ ડૉલર પર સ્થિર હતી.
અહીં ચેક કરો સોના-ચાંદીનો મંગળવારે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૮,૪૫૫ પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ ચાંદી પણ ઘટાડા બાદ ૭૧,૪૮૭ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. નોંધનીય છે કે ગત સત્રમાં સોનું ૦.૨૬ ટકા વધીને ૪ મહિનાના ઉચ્ચ સ્તર પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદીના ભાવમાં ૧ ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય બજારોમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં જોરદાર રોકાણ કર્યું છે. સોનાની કિંમતોમાં તેજીની વચ્ચે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધ્યું છે. રોકાણકારો તેને રોકાણનો સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે.
સોનાના ભાવમાં આવી શકે છે તેજી- એક્સપર્સ્ધ મુજબ, હજુ સોના-ચાંદીના ભાવમાં વધુ તેજી આવી શકે છે. કોરોના વાયરસ સોનાની કિંમતોમાં તેજીનું એક કારણ હોઈ શકે છે. હાલમાં સામે આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આવનારા મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. એક્સપટ્‌ર્સનું માનવું છે કે આવનારા સમયમાં સોનું ૫૦ હજારને પાર કરશે તેથી રોકાણના હિસાબથી આ યોગ્ય સમય છે.

Related posts

૩૧ ડિસેમ્બર પછી અમુક સ્માર્ટફોન્સને સપોર્ટ કરવાનું બંધ કરી દેશે વ્હોટસએપ

aapnugujarat

સેંસેક્સમાં ૩૪૧ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

વૈશ્વિક બજારોના વલણ વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિની વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1