Aapnu Gujarat
રાષ્ટ્રીય

રશિયા ભારતને ૧૦ કરોડ કોરોના વેક્સિન સપ્લાય કરશે

ધી રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડે ભારતમાં ડ્રગ જાયન્ટ ડો. રેડ્ડીસ લેબોરેટરિઝ સાથે મહત્વનું જોડાણ કર્યું છે. રશિયાએ વિકસાવેલી કોરોનાની વેક્સીન સ્પુટનિક ફનું ડો. રેડ્ડી ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે તેમજ વેક્સીનનું વિતરણ પણ કરશે તેમ આરડીઆઈએફના મુખ્ય કાર્યકારી અધિકારી કિરિલ દિમિત્રિવે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ક્લિનિકલ ટ્રાયલના નિયમોને અનુસરવા અંગે તે દવા નિયામક સાથે વાતચીત કરી રહ્યા છે.
ભારતની ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની ડો. રેડ્ડીસ લેબ અને આરડીઆઈએફ વચ્ચે સ્પુટનિક વી વેક્સીના ૧૦ કરોડ ડોઝનો પુરવઠો પુરો પાડવા સહમતિ સધાઈ છે. આ દવાનું ભારતીય બજારમાં ક્લિનિકલ ટ્રાયલ કરાશે તેમજ તેનું વિતરણ પણ કરવામાં આવશે. રશિયાના ગેમેલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ એપીડેમીઓલોજી અને માઈક્રોબાયોલોજી તેમજ આરડીઆઈએફ દ્વારા કોરોનાની સારવારમાં મદદરૂપ એવી સ્પુટનિક ફ વેક્સીન તૈયાર કરી છે.
ભારત ઉપરાંત બ્રાઝીલ, સાઉદી આરબ, ઈજિપ્ત, યુએઈ અને બેલારુસ સહિત દુનિયાના વિવિધ દેશોમાં કોરોનાની વેક્સીનના ટ્રાયલ્સ કરવામાં આવશે. અગાઉ ચાલુ મહિને રશિયાએ જણાવ્યું હતું કે કોરોનાની રસીનો જથ્થો પુરો પાડવા તેઓ ભારતીય સત્તાધીશો સાથે વાતચીત કરી રહ્યા છે.
સૂત્રોના મતે ડ્રગ નિયમનકાર દ્વારા સ્પુટનિક વીને મંજૂરી મળે તે અગાઉ ડો. રેડ્ડી અને આરડીઆઈએફ દ્વારા વ્યાપક ફેઝ થ્રી ટ્રાયલ્સ હાથ ધરવા પડશે જેથી તેની અસરકારકતા અને સુરક્ષા અંગે સંપૂર્ણ ખ્યાલ આવી શકે.
ડો. રેડ્ડીના કો-ચેરમેન અને એમડી જી વી પ્રસાદે જણાવ્યું હતું કે, આરડીઆઈએફ સાથે જોડાણ દ્વારા ભારતાં કોરોનાની રસીને લાવતા અમને આનંદ થાય છે. ફેઝ-૧ તેમજ ફેઝ-૨માં સફળતા બાદ હવે નિયમનકારની જરૂરિયાતનો પૂર્ણ કરવા તેમજ મંજૂરી માટે ફેઝ-૩ ટ્રાયલનો આરંભ ટૂંક સમયમાં કરીશું. સ્પુટનિક વી વેક્સીન ભારત માટે કોરોનાના જંગમાં મહત્વનો વિકલ્પ બનીને ઉભરશે.
સ્પુટનિક વી વેક્સીનનું ભારતમાં ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ તેમજ વિતરણ કરવા કરાર

Related posts

ત્રીજા દિવસે પેટ્રોલ અને ડિઝલ કિંમતમાં ઘટાડો

aapnugujarat

સેબીએ ૨૦૨૦-૨૧માં રૂ.૧૮,૫૬,૩૬૬-કરોડ એકત્ર કર્યા

editor

આજે યુપીમાં લોકસભા પેટાચૂંટણીનું પરિણામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1